ગુજરાતી યુવાન ની “દેશદાઝ” ! રક્ષામંત્રી ને પોતાના લોહી થી પત્ર લખ્યો અને જેમા લખ્યુ કે ” સેના મા ભરતી
ભારતીય સેનામાં ભરતી માટે કેન્દ્ર સરકારે જાહેર કરેલી અગ્નિપથ યોજનાનો દેશભરના હજારો વિદ્યાર્થીઓનો વિરોધ જોવા મળી રહ્યો છે. અને તેમાં અનેક પ્રકારની સરકારી મિલકતોને પણ નુકસાન થઈ રહ્યું છે. સરકારની યોજનાના સમર્થનમાં ભાવનગર જિલ્લાના ટીમાણા ગામના અને હાલ દયાપરમાં રહેતા 23 વર્ષીય યુવકે પોતાના લોહીથી કેન્દ્રીય રક્ષા મંત્રીને લખેલા પત્રમાં સેનામાં જોડાવા અને ઝીરો પગાર સાથે સેવા કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. અને દેશને અપીલ કરી છે કે આ પ્રકારના હિંસક વિરોધો બંધ કરી દેવા જોઈએ.
ટીમાણા એક નાનકડા ગામના વતની દીપક ડાંગરે એ વાત કરતાં જણાવ્યું હતું કે તેઓ હાલમાં કચ્છ યુનિવર્સિટીમાં MSWમાં અભ્યાસની સાથે સેવાકીય પ્રવૃતિઓ કરી રહ્યા છે. અને તેમને દેશભક્તિની લાગણી બાળપણથી જ માતા-પિતા પાસેથી વારસામાં મળે છે. પરિવારના સભ્યો આર્મી, નેવી અને અન્ય સુરક્ષા એજન્સીઓમાં ફરજ બજાવે છે, અને તેમને કહ્યું હતું કે આશરે 4.5 હજારની વસ્તી ધરાવતા ટીમણા ગામના 20 જેટલા યુવાનો આ સેનામાં ફરજ બજાવે છે.
આમ તેઓ શાળામાં ભણતા હતા તે દરમિયાન એનસીસીના કેડેટર નહી તો ક્યાં છે અને તેમને ભારતીય સેનામાં પણ સૈનિક તરીકે ફરજ બજાવવા માટેની ઇચ્છા વ્યક્ત કરી હતી અને કોઈ પણ રૂપિયા લીધા વગર દેશ સેવાની તક મળે તેના આધારે જ તેમને પોતાના લીધી રક્ષા મંત્રીને પત્ર લખ્યો હતો. અને તેમને આ પત્રમાં લખ્યું હતું કે જો તેમને તેનામાં કામ કરવાનો મોકો મળશે તો તેમને જ્યારથી નોકરી મળશે ત્યારથી જ્યારે પૂરી થશે ત્યાં સુધી તેઓ એક પણ રૂપિયાનું વેતન લેશે નહીં.અને વેતન વગર જ હું મારી સંપૂર્ણ નિષ્ઠાથી ફરજ બજાવીશ તેવું જણાવ્યું હતું.
ભારત સરકારે એક નવી જાહેરાત કરી છે અને તેમાં પણ નવી ભરતી ની અલગ અલગ યોજનાઓ માટે પણ આ યુવકે ટેકો દર્શાવ્યો હતો અને અત્યારે દેશમાં સરકારી સંપત્તિઓને નુકસાન પહોંચાડવામાં આવ્યું છે અને વિરોધ કરવામાં આવ્યો છે ત્યારે આ યુવકે જણાવ્યું હતું કે યુવાનો સમગ્ર દેશની જાહેર સંપત્તિને નુકસાન કરે તે બિલકુલ ન થવું જોઈએ. અને હું તેવા યુવાનોના વિરુદ્ધમાં છું તેવું પણ જણાવ્યું હતું. અને તેમને કહ્યું હતું કે સૈનિકો દેશનું રક્ષણ કરવાનું કામ કરે છે.