GujaratUseful information

“બિપોરજોય” વાવાઝોડા બાદ ગુજરાત રાજ્ય પર “તેજ” વાવાઝોડાનું સંકટ ? 150 કિમિ પ્રતિ કલાકે પવન ફુકાય શકે..જાણો પુરી વાત

મિત્રો તમને ખબર જ હશે કે આપણા ગુજરાત રાજ્ય પર અત્યાર સુધી અનેક વાવાઝોડા આવી ચૂકેલ છે જેણે રાજ્યમાં તો ઘણી તબાહી મચાવી હતી, હજી થોડા માસ પેહલા જ “બિપોરજોય” વાવાઝોડું આવ્યું હતું જેની અસર ભગાવન કરીને આખા ગુજરાત પર ન પડતા સૌ કોઈએ રાહતના શ્વાસ લીધા હતા પરંતુ હાલ એક ખરાબ ખબર સામે આવી છે જે વાવાઝોડા સાથે જ સંગત ધરાવે છે.

તમને જણાવી દઈએ કે અરબી સમુદ્રની અંદર એક લો પ્રેશર સિસ્ટર એકત્વ થતા ગુજરાત રાજ્ય તથા આડોશ પાડોશના રાજ્યો પર વાવાઝોડાનું જોખમ મંડરાય રહ્યું છે, આ વાવાઝોડાની અસર ગુજરાત,રાજસ્થાન,મહારાષ્ટ્ર તથા મધ્યપ્રદેશના ભાગોમાં થઇ શકે છે હાલ તેવી સંભાવના કરવામાં આવી રહી છે. વાવાઝોડાને એક ચોક્કસ નામ પણ આપી દેવામાં આવેલ છે જેનું નામ “તેજ” છે.જો આ વાવાઝોડું આવશે તો રાજ્યના ખેડૂતોને ભારે નુકશાન થવાની શક્યતા છે.

ચોમાસાએ રાજ્યમાં વિદાઈ લીધા બાદ આ વાવાઝોડું આવ્યું તો ખેડૂતોને કપરી પરિસ્થિતિનો સામનો કરવો પડી શકે છે,આ વાવાઝોડામાં 150 પ્રતિ કિમિની ઝડપે પવન ફુકાય શકે છે તેવી સંભાવના સાધવામાં આવી રહી છે જેને લઈને માછીમારોને દરિયો ન ખેડવા માટે પણ ચેતવણી આપવામાં આવી રહી છે, પણ હાલ હજુ વાવાઝોડાના તીવ્રતાનો ખાસ રીતે અંદાજો લગાવામાં આવી શકાતો નથી.

21 ઓક્ટોબર સુધીને રોજ આ સિસ્ટમને લીધે ગુજરાત તથા પાડોશી રાજ્યોમાં હળવાથી મધ્યમ વરસાદની પણ આગાહી કરવામાં આવી રહી છે, હવે જોવાનું એ રહી ગયું કે શું આ વાવાઝોડું ગુજરાતમાં આવશે કે નહિ ? આ વાવાઝોડાની ચોક્કસ પરિસ્થિતિ પર ગુજરાતનું હવામાન વિભાગ ખાસ ધ્યાન રાખી રહ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!