ઠંડી ને કારણે થીજી ને મોત ને ભેટલા પટેલ પરીવારના 4 સભ્યો ની કેનેડા મા જ….
હાલમાં જ કેનેડામાં દુઃખ ઘટના બની છે, જેમાં કેનેડા-યુએસ બોર્ડર પર માઈનસ 35 ડીગ્રી ઠંડીમાં થીજી જતાં કલોલ તાલુકાના ડિંગુચા ગામમાં રહેતા પટેલ પરિવારના ચાર સભ્ય મોતને ભેટ્યા હતા. સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે કે, હાલમાં મૃતદેહો કેનેડાથી કલોલ લાવવા માટેની પ્રક્રિયા હાલમાં ચાલી રહી છે. ચારેય મૃતકોના મૃતદેહોને ભારતમાં લાવવા કે કેનેડામાં જ તેમની અંતિમવિધિ પૂર્ણ કરવી એ અંગે નિર્ણય લેવાશે.
આ ઘટના કંઈ રીતે બની એના વિશે જાણીએ તો સૂત્ર દ્વારા મળેલી માહિતી મુજબ કેનેડાથી અમેરિકાની બોર્ડર પર એજન્ટ 11 લોકોને લઈને નીકળ્યો હતો. સતત 11 કિમી સુધી માઈનસ 35 ડીગ્રીમાં આ લોકો બોર્ડર ક્રોસ કરી રહ્યા હતા , રંતુ બરફ પથરાઈ જવાને કારણે એજન્ટ સહિત સાત લોકોએ બોર્ડર ક્રોસ કરી નાખી હતી પરતું આ ગુજરાતી પરિવાર રસ્તો ભટકી ગયા હોવાથી મોડા પડ્યા હતા. રસ્તો શોધવામાં આ લોકો બરફમાં ફસાઈ ગયા અને થીજી ગયા હતા,બોર્ડર ક્રોસ કરી ગયેલા સાતેય લોકોને અમેરિકન પોલીસે પકડી લીધા હતા, જ્યારે એજન્ટની પણ ધરપકડ કરાઈ હતી.
કેનેડામાં વસતા ગુજરાતી સમાજે ચારેય મૃતકો અંગે પ્રાર્થના સભાનું આયોજન કર્યું હતું. તેમના આત્માની શાંતી માટે કેંનેડામાં વસતા ગુજરાતિઓ પ્રાર્થના કરી હતી. સૌ કોઈને માત્ર એક જ વિચાર આવે છે કે આવી ઠંડીમાં કેનેડા-અમેરિકા બોર્ડર પર ગયાં એ સમજાતું નથી. સમગ્ર કેનેડામાં વસતા ગુજરાતીઓ હાલ આ ઘટનાથી સ્તબ્ધ થઈ ગયા છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે આ અંગે ઉત્તર ગુજરાતમાં રહેતા તેમના પરિવાર સાથે અમારી કોઇ વાત થઇ નથી.
હાલ તેમના મૃતકોના પરિવારે પણ આ અંગેની કોઇ પુષ્ટિ કરી નથી. આ ચારેય મૃતક કલોલ તાલુકાના ડિંગુચા ગામના હોવાની લોકમુખે ચર્ચાઓ ચાલી છે. જોકે આ બાબતને હજી સુધી સત્તાવાર સમર્થન નથી મળ્યું, પરંતુ બીજી તરફ આ 11 લોકોમાંથી 4 લોકોનાં મોત થયાં બાદ બાકીના 7 લોકોને પકડી પાડવામાં આવ્યા છે. આ સાત લોકો પણ ગાંધીનગર, માણસા અને કલોલ તાલુકાના રહેવાસી હોવાની આશંકાઓ છે.