EntertainmentGujarat

ગુજરાતી સુપર સ્ટાર હીતેન કુમાર હાલ આ જગ્યા પર રહે છે જુવો તેમના ઘર નો નજારો અને તેમના પત્નિ…

ગુજરાતી ફિલ્મસ્ટાર હિતેન કુમાર વિષે તો આપણે સાંભળ્યું જ હશે, ગુજરાતી ઇન્ડસ્ટ્રીઝ ના સુપરસ્ટાર કહેવાતા હિતેન કુમારે ઘણી બધી સુપર હીટ ફિલ્મો આપી છે, જેમ કે “દેશ રે જોયા દાદા પરદેશ જોયા” મહિયર માં મનડું નથી લાગતું” પાલવડે બાંધી પ્રીત” ઉંચી મેડી ના ઊંચા મોલ” વગેરે સુપર ડુપર ફિલ્મો હિતેન કુમારે આપી છે, અને લોકોને મનોરંજીત કર્યા છે,

હિતેન કુમાર ની ગુજરાતી સિનેમાની વાત કરીએ તો તેમણે અત્યાર સુધીમાં ૭૦ થી વધુ નાટકો અને ૧૦૦ થી વધુ ફિલ્મોમાં કામ કર્યું છે, પરંતુ આ દિગ્ગજ કલાકાર ના જીવન વિષે આપણે કઈ જાણતા નથી આજે આપણે તેના જીવન વિષે થોડી રસપ્રદ વાતો જાણીશું.

ગુજરાતી ફિલ્મોમાં હિતેનકુમારે એક પછી એક હીટ ફિલ્મો આપી છે, તેથી તેનાથી લેને લોકોનો ખુબ પ્રેમ મળ્યો છે. ગુજરાતી ફિલ્મમાં જાદુ ચલાવનાર હિતેન કુમારનું મૂળ વતન સુરત પાસે ગણદેવી નજીક આવેલું તોરણ ગામ છે, પરંતુ હાલ તે પોતાની પત્ની સાથે મુંબઈમાં રહે છે. મુંબઈના મલાડમાં દાલમિયા કોલેજમાં ડબલ ગ્રેજ્યુએટ કરનાર હિતેન કુમારના પિતા ઈશ્વરલાલ જગજીવનદાસ મહેતા નોકરી કરતા હતા, અને તેમના પરિવાર માં અભિનય વિષે કોઈ કશું જાણતું ન હતું. પરંતુ હિતેન કુમાર ને બચપણ થી જ અભિનય નો ખુબ જ શોખ હતો. તેથી પોતાના શોખ અને આવડત ના કારણે તે ખુબજ આગળ વધ્યા હતા.

હિતેન કુમાર ના પર્સનલ જીવન ની વાત કરીએ તો તેમણે ૩૦ નવેમ્બર ૧૯૮૯ ના રોજ સોનલ મહેતા સાથે લગ્ન કર્યા હતા. સોનલ મહેતા પોતે ડીઝાઈનર અને એસ્ટ્રોલોજર છે. હિતેન કુમાર જે ગુજરાતી સિનેમાના દિગ્ગજ કલાકાર છે, પરંતુ તેઓ હિન્દી ફિલ્મ જગત ના કલાકાર અમિતાભ બચ્ચન, નાના પાટેકર, સંજીવ કુમાર, કાજલ અને વિદ્યાબાલન અને વહીદા રહેમાન ના ચાહક છે. હિતેનકુમાર ને પક્ષુ-પ્રાણીઓ પ્રત્યે ખુબજ પ્રેમ છે, તેમણે તેમના એક ઈન્ટરવ્યું માં પણ કહ્યું હતું, કે જો હું અભિનેતા ન હોત તો હું જાનવરો નો ડોક્ટર જરૂર બનેત.

હિતેન કુમાર ને નવરું બેસવું જરા પણ પસંદ નથી, તે પોતાના નવરાશ ના સમયમાં વાંચન કરતા હોઈ છે, અથવા તો એ સારી ફિલ્મો જોતા હોઈ છે. તેમણે ગુજરાતીમાં અનેક હીટ ફિલ્મો આપી હતી તેથી તેમને ૮ થી વધુ વખત રાજ્ય સરકાર નો એવોર્ડ મેળવનાર હિતેન કુમાર ને કુલ ૫૦ થી વધુ એવોર્ડ મળ્યા છે. અને હિતેન કુમારે પોતાની કારકિર્દી માં અનેક પ્રકારના રોલ કરી પોતાના ચાહકો ને પ્રેરિત કર્યા છે,

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!