અમદાવાદ : લારી-ગલ્લાના હપતા ઉઘરાવતી ગેંગ પર ગુજસીટોક નો ગુનો દાખલ કરાયો ! આરોપીઓ ના નામ જાણી…
આપણે અનેક વખત ફીલ્મો મા જોયું હશે કે કોઈ ઈલાકા નો ડોન હોય જે પોતાની સાથે પોતાની ગેંગ હોય અને ગરીબ અને લાચાર લોકોને હેરાન પરેશાન કરતો હોય અને નાના લારી ગલ્લા વાળા ઓ પાસે હપ્તા વસુલીનુ કામ કરતો હોય ત્યારે આવી ઘટના ગુજરાત ના જ એક શહેર મા બને છે તેમ કહીએ તો માનવા મા આવે ખરી ?? ના…જ હશે પણ ખરેખર આવું બની રહ્યુ છે જેને લગામ લગાવવા હવે પોલીસ ખુબ એક્શન મુડ મા જોવા મળી રહી છે.
જો આ અંગે વિગતે વાત કરવા મા આવે તો આવા આખા એક રેકટ નો પર્દાફાશ અમદાવાદ શહેરના ડીસીપીએ કર્યો છે. અમદાવાદ મા વર્ષોથી પરેશાન લોકોને આ ગુનેગારોથી થોડીક રાહત મળે તે માટે તેમની સામે ગુજસીટોકનો ગુનો દાખલ કરીને તેમને સબક શીખવવા પ્રયાસ શરૂ કરી દીધા છે. આ અંગે ઝોન 3 ડીસીપી સુશીલ અગ્રવાલે મિડીયા ના માધ્યમ થી જણાવ્યુ હતુ કે છ આરોપી સામે ગુજસીટોક દાખલ કરવામાં આવી છે. જેઓનો ખૂબ જ આતંક હતો.
તેમનો કાગડાપીઠ, જમાલપુર, એસટી જેવા વિસ્તારમાં સામાન્ય ગરીબ લોકોને રોજગાર કરવા માટે પણ હપ્તા ઉઘરાવતા હતા. એટલું જ નહીં, કોઈને નાની મોટી રિનોવેશન કરવું હોય તો પણ તેમની પાસે રીતસર રૂપિયા પડાવતા હતા. આ લોકોની એટલી હદે દાદાગીરી હતી કે, તેમની સામે ઘણા લોકો ફરિયાદ કરી નથી. અત્યાર સુધી તેમની સામે 37 ફરિયાદ થઈ છે અને હવે તેમની સામે ગુજસીટોક ગુનો દાખલ કરીને આવા ગૂનેગારોને સબક મળે તે માટેનો પ્રયાસ કરવામાં આવે છે.
આ કેસ મા આરોપીઓ ની વાત કરવા મા આવે તો 6 લોકો ની ગેંગ છે અને જેમા થી 5 લોકો એક જ પરીવાર ના છે આ ગેંગ 7થી વધુ પ્રકારના અલગ અલગ ગુનાને અંજામ આપ્યો હતો જેથી હવે પોલીસે હવે ગુજસીટોક નો ગુનો નોંધ્યો છે. જેમા આરોપી બાલમખાન પઠાણ, અજીમખાન પઠાણ અને શરીફખાન પઠાણ ત્રણે સગા ભાઈઓ છે, જેમાં બાલમખાનના બે પુત્ર હમઝા પઠાણ અને શેરબાઝખાન ઉર્ફે ગુલબાજ પઠાણ છે. જેમાં અન્ય એક સાગરીત મઝહરખાન પઠાણ છે. આ ગેંગના તમામ સભ્યો વિરુદ્ધ હત્યાની કોશિશ, મારામારી, ખંડણી, ધમકી, લૂંટ, ધાડ અને આર્મ્સ એકટના ગુના આચરી ચૂક્યા છે.