હડકાઇ ગાયે નિવૃત શિક્ષક નો જીવ ધીધો…
રાજ્ય મા રખડતા પ્રાણીઓ નો ત્રાસ સતત વધી રહ્યો છે અને તંત્ર દ્વારા પણ તેમની કાબુ મા લેવાનો પ્રયાસ કરવામા આવતો હોય છે. પરંતુ આવા પ્રાણીઓ ના કારણે કોઈ નિર્દોષ નો જીવ જતો હોય છે ત્યારે પાલનપુર મા આવી જ એક ઘટના બની છે જેમા એક શિક્ષક આવા રખડતા ઢોર નો શિકાર બન્યા હતા. આ ઘટના મા શિક્ષકે બચવા માટે ઘણા પ્રયાસો કર્યા હતા પરંતુ તેમનો જીવ વયો ગયો હતો.
ઘટના અંગે જાણવા મળેલ વિગત મુજબ આ ઘટના રવિવારે બની હતી જેમા નિવૃત્ત શિક્ષક દશરથભાઈ લીમ્બાચીયા પોતાનું એક્ટિવા નંબર જીજે-08-એએસ-5586 લઈને હાઇવે ઉપર બિહારીબાગની સામે એક હોસ્પિટલમાં બીમાર સંબંધીના ખબર અંતર પુછવા નીકળ્યા હતા અને બાદ મા ઘરે પરત આવી રહ્યા હતા ત્યારે ત્યારે રસ્તામાં હનુમાન ટેકરી પાસે હડકાઇ ગાય લોકોને અડફેટે લેતી જોઇ શિક્ષક પોતાની એક્ટિવા બાજુમાંથી લઇ ભાગ્યા હતા.
ગાય ના નજર મા આવી જતા ગાય દશરથ ભાઈ ની પાછળ દોડી હતી અને જ્યાર બાદ 100 મીટર જેટલો ગાયે પીછો કર્યો હતો અને દશરથ ભાઈ ને એક્ટીવા થી નીચે પાડી દીધા હતા અને ગાય જાણે દશરથભાઈ નો જીવ લેવા જ આવી હોય તેમ દશરથ ભાઈને પેટ ના ભાગે શિંગડા મારી ને ગંભીર ઇજા પહોંચાડી હતી. જયાર બાદ સ્થાનીક લોકોએ તેને બચાવી ને 108 ની મારફતે તાત્કાલિક હોસ્પિટલ પહોંચાડવા નો પ્રયાસ કર્યો હતો પરંતુ દશરથ ભાઈ ને સારવાર મળે એ પહેલા જ જીવ ગુમાવ્યો હતો.
આ પ્રથમ વખત નથી જ્યારે આવી ઘટના બની હોય આ અગાવ પણ રખડતા આખલા નો કોઈ ભોગ બન્યુ હોય. આ ઘટના બાદ દશરથભાઈ ના પરિવાર મા શોક નુ મોજુ ફરી વળ્યુ હતુ જ્યારે તંત્રે આ ગાઈને ત્રણ કલાંક બાદ પકડી લીધી હતી. સ્થાનીક લોકો ના જણાવ્યા અનુસાર આ ગાઈ છેલ્લા 1 મહીના થી લોકો ને અડફેટે લે છે અનેક વખત તંત્ર ને રજુવાત કરવા છતા કોઈ ઉકેલ નહોતો આવ્યો જ્યારે હવે એક વ્યક્તિ નો જીવ જતા લોકો રોષ ભભુકી ઉઠ્યો હતો.