ગુજરાત ના હાસ્ય કલાકાર હકાભા ગઢવી એ આ કારણે સોસીયલ મીડીઆ છોડી દીધુ ! સાથે કહ્ય કે લોકો કોમેન્ટ મા એવું લખે કે…
સોશિયલ મીડિયા વિશે વાત કરવામાં આવે તો સોશિયલ મીડિયાના બે પહેલું છે જેમાં એક સારો અને એક ખરાબ છે. એવામાં વર્તમાન સમયમાં તો એવા ઘણા બધા હાસ્ય કલાકારો અને ગાયક કલાકારો છે જેને સોશિયલ મીડિયા પર ખુબ પ્રેમ મળી રહી છે, પણ ઘણા એવા કલાકારો પણ છે જેને સોશિયલ મીડિયા યુઝરો તરફથી નફરત મળતી હોય છે, નફરતનો તો વાંધો નહી પણ કલાકારને ખરાબ ખરાબ ગાળો લખવામાં આવે છે, આ વાતને લીધે જ હાલ અનેક કલાકરો સોશિયલ મીડિયા છોડીને જતા રહ્યા છે.
એવામાં હાસ્ય કલાકાર હકાભા ગઢવી સાથે પણ આવું જ કઈક બન્યું છે, તેઓના વિડીયો પર અમુક લોકો ખુબ ખરાબ ખરાબ કમેન્ટ કરી રહ્યા છે. આ વાતને લીધે હાલ હકાભા ગઢવીને સોશિયલ મીડિયાને છોડવાનો વારો આવ્યો છે. તેઓએ સોશિયલ મીડિયા છોડવાનું એલાન કરી દીધું છે અને આવું કરવા પાછળનું આ મુખ્ય કારણ જણાવ્યું હતું અને પોતાની વેદના મીડિયાને જણાવી હતી.
તેઓએ મીડિયા સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે સોશિયલ મીડિયા હાલ એટલી સામાન્ય વાત થઇ ચુકી છે કે નાના બાળકો પણ વાપરતા થઇ ગયા છે. એવામાં તેઓના કમેન્ટમાં લખવામાં આવતી ગાળો મહિલાઓ, બાળકો અને યુવકો વાંચતા હોય છે જેના લીધે તેઓના મગજ પર ખરાબ અસર પણ પડી શકે છે, આ કારણને લીધે તેઓ ફેસબુક છોડી રહ્યા છે તેવું મીડિયાને જણાવી દીધું હતું, તેઓએ એવું પણ કહ્યું હતું કે જે કોઈ આવી ખરાબ કમેન્ટ મારતા હોય તેની આઈડી તરત જ બંધ કરી દેવી જોઈએ.
હકાભાઇ ગઢવીની આ વાત બરોબર છે, કારણ કે ખરાબ કમેન્ટને લીધે જ તે ઘણા એવા કલાકરો છે જે પોતાની કળા બતાવતા ડરી રહ્યા છે. મિત્રો હાસ્ય કલાકાર એક એવી વ્યક્તિ છે જે પોતાના દુખોને ભુલાવીને બીજાને હસાવામાં રહે છે, પોતાની પર ગમે તેવી મુશ્કેલી હોય તેમ છતાં તેઓ લોકોને હસાવતા રહે છે પણ આવી અમુક બાબતો આવા કલાકારોને રડાવી દેતી હોય છે, આથી સોશિયલ મીડિયા પર વર્તમાન સમયમાં વિવેક જાગૃતિ જરૂરી બની ગઈ હોય તેવું લાગી રહ્યું છે.