Gujarat

લોકોને ખડખડાટ હસાવનાર હકભા ગઢવીએ રાજકારણમાં ઝંપલાવ્યું!! આ પાર્ટી સાથે જોડાયા… જાણો પુરી વાત

હાલમાં લોકસભાની ચૂંટણીની તાડામાર તૈયારીઓ ચાલી રહી છે, ત્યારે હાલમાં જ એક ખાસ સમાચાર સામે આવ્યા છે. તમને સૌ કોઈને જાણીને નવાઈ લાગશે કે સૌ કોઈને ખડખડાટ હસાવનાર આપણા સૌના હાસ્યકલાકાર હકાભા ગઢવીએ રાજકારણમાં ઝપલાવ્યું છે. ચાલો અમે આ બ્લોગના માધ્યમથી આપ સૌને જણાવીએ કે આખરે હકાભા ગઢવીએ કઈ પાર્ટીમાં જોડાયા છે? ખરેખર એક તરફ ગુજરાતમાં ભાજપ, કોંગ્રેસ રસાકસ્સીનો ખેલ ચાલી રહ્યો છે ત્યારે એ જોવાનું રહ્યું કે હકાભા ગઢવી કઈ પાર્ટીમાં જોડાયા છે.

આપણે સૌ કોઈ જાણીએ છે કે, હકાભા ગઢવીનું વ્યક્તિત્વ ખુબ જ નિખાલસ અને જમીનથી જોડાયેલા માણસ છે, તેમના જીવનમાં તેઓ ઘણા ઉતાર ચઢાવ જોયા પરંતુ તેમને પોતાના જીવનમાં સંઘર્ષ દ્વારા સફળતાને હાંસિલ કરી છે, ખરેખર હકાભા ગઢવીનું જીવન સૌ કોઈ લોકો માટે પ્રેરણાદાયક છે, ત્યારે તેમણે પોતાના જીવનમાં વધુ એક વળાંક લાવ્યા છે, સૌ કોઈ આ સમાચાર સાંભળીને આશ્ચર્ય પામ્યા હશે. લોકોને હસાવનાર વ્યક્તિ જો રાજકારણમાં જોડાય તો નવીન લાગે એ વાત સ્વાભાવિકપણે સાચી પણ છે.

ચાલો અમે આપને જણાવીએ કે આખરે હકાભા ગઢવી કઈ પાર્ટીમાં જોડાયા છે, પ્રાપ્ત થયેલ માહિતી અનુસાર હકાભા ગઢવી ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈને કેસરિયા કર્યા છે અને ભાજપમાં તેઓ શા માટે જોડાયા છે તે પણ વાત મીડીયા સમક્ષ જણાવી છે. આપણે જાણીએ છે કે ભાજપ પાર્ટીએ દેશમાં અનેક વિકાસલક્ષી કાર્ય કર્યા છે.

હકાભા ગઢવીએ કહ્યું કે, નરેન્દ્રભાઈ મોદી અને અમિતભાઈ શાહ આપણા દેશના હાથ છે અને મને સૌથી વધારે રામ મંદિરનું કાર્ય પૂર્ણ થયું તે ગમ્યું. ભાજપ પાર્ટીના કાર્યથી પ્રભાવિત થઇને હાલાં હકાભા રાજકારણમાં લોકસેવાના ભાવ સાથે જોડાયા છે. હાલમાં સૌ કોઈ હકાભા ગઢવીને ભાજપ પાર્ટીમાં જોડાવવા બદલ શુભકામનાઓ પાઠવી રહ્યા છે.

 

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!