સૌને હસાવનાર હકભા ગઢવીએ તળાજા ગામના અન્ન-જળનો કર્યો ત્યાગ, કહ્યું કે ક્યારેય ત્યાં કાર્યક્રમ નહીં કરું, જાણો, આવું કરવા પાછળનું કારણ…..
હાલમાં એક ચોંકાવનારી વાત સામે આવી છે, ગુજરાત ટેક ન્યુઝના અહેવાલ અનુસાર હાસ્યકલાકાર હકાભા ગઢવીએ તળાજાના અન્ન-જળનો ત્યાગ કર્યો છે, આવું હકાભા ગઢવીએ શા માટે કર્યું તે અંગે અમે આપને વિગતવાર માહિતી જણાવીએ. પ્રાપ્ય થયેલ માહિતી અનુસાર હાલમાં જ તળાજા ખાતે યોજાયેલ સમૂહ લગ્નમાં આહીર અગ્રણી દ્વારા ચારણ પર અભદ્રભાષામાં ગંભીર આક્ષેપ કર્યો હતા અને આ કારણે હાલ ચારણ સમાજ અને કલાકારોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
ચારણ સમાજ માટે અયોગ્ય નિવેદન આપવાના કારણે હકાભા ગઢવીએ એ પ્રણ લીધો છે કે, ચારણ તરીકે હું આજથી તળાજાના અન્ન જળનો ત્યાગ કરૂ છું. ક્યારે પણ તળાજાનું પાણી પણ નહી પીઉ અને ક્યારે પણ તળાજામાં કાર્યક્રમ નહી કરૂ. હકભા ગઢવીએ આવું એટલા માટે કર્યું કે, હાલમાં જ તળાજા ખાતે યોજાયેલ સમૂહ લગ્ન પ્રંસગે ગીગા ભમ્મર નામના વ્યક્તિ મનફાવે તેવું નિવેદન અપાતા હતા કોઇ આહિર જ્ઞાતિના વ્યક્તિએ તેને અટકાવ્યા કેમ નહી તેવો પણ સવાલ ઉઠાવ્યો હતો.
હાલમાં આ બનાવ અંગે ચારોતરફ ચર્ચાઓ થઇ રહી છે, અમે આપને હકાભા ગઢવી વિષે ટૂંકમાં જણાવીએ તો હકાભા ગઢવી લોકપ્રિય હાસ્યકલાકાર છે અને તેમણે પોતાના જીવનમાં ખુબ જ સંઘર્ષ કરીને સફળતાના શિખરો સર કર્યા છે, કોરોના કાળમાં તેમણે પોતના બેન્ક એકાઉન્ટમાં પડેલ તમામ રકમ કોરોના કાળમાં સરકારને દાનમાં આપી, ત્યારે તેઓ ખાસ ચર્ચામાં આવ્યા હતા અને હવે ફરી એકવાર તળાજા અંગે જે અન્ન-જળનો ત્યાગ કર્યો છે, તે વાતને લઇને ફરી એકવાર ચર્ચામાં આવ્યા છે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.