ચારણ-આહીર વિવાદિત નિવેદન મામલે હકભા ગઢવી ફરી એક વખત બોલ્યા !! કહ્યું “માયાભાઇ કે આહીર સમાજને માફી માંગવાની જરૂર નહીં….
થોડા દિવસ જ પહેલા જ તળાજા ખાતે યોજાયેલ સમૂહ લગ્નમાં ગીગા ભાઈ નામના એક વ્યક્તિએ ચારણ સમાજ અને સોનલ માં વિષે અયોગ્ય અને અપમાનજનક ટિપ્પણી કરેલ, જેથી ચારણ સમાજની લાગણી પણ દુભાઈ છે, તેમજ આહીર સમાજે પણ એક વ્યક્તિએ કરેલ ભૂલ અંગે આ ટિપ્પણીની પણ નિંદા કરેલ છે અને તે વ્યક્તિને સમર્થન પણ આપતા નથી. ખરેખર આ ઘટના ખુબ જ દુઃખદાયક અને લાગણીને ઠેસ પહોંચનાર છે.
એક વ્યક્તિના કારણ ચારણ સમાજ અને અઢારે વરણની લાગણી દુભાઈ છે, આપણે સૌ કોઈ જાણીએ છે કે આ બનાવ બાદ અનેક મહાનુભાવો તેમજ કલાકારોએ પણ પોતાનો રોષ વ્યક્ત કર્યો છે,જયારે સૌના લોકચાહિતા કલાકાર એવા હકભા ગઢવીએ કોઈ દિવસ તેઓ તળાજામાં પાણી નહીં પીવે તથા કોઈ દિવસ ત્યાં કાર્યક્રમ કરવા પણ નહીં જાય તેવો સંકલ્પ લીધો હતો.
આ મામલે કિર્તીદાન ગઢવી, રાજભા ગઢવી, હકભા ગઢવી, માયાભાઇ આહીર, દેવાયત ખવડ જેવા અનેક કલાકારોએ પોતાનું નિવેદન આપી ચુક્યા છે જે સોશિયલ મીડિયા પર પણ ઘણું ચર્ચિત થયું હતું, એવામાં માયાભાઇ આહીરે તો તે વ્યક્તિના ભૂલની માફી પણ ચારણ સમાજ પાસે માંગી હતી જેનો જવાબ હુકભા ગઢવીએ હાલ આપ્યો છે જેનો વિડીયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે.
View this post on Instagram
આ વીડિયોની અંદર હુકભા જણાવી રહ્યા છે કે માયાભાઇ આહીરે માફી માંગી છે પરંતુ તેમને જરૂર નથી માફી તો ઓલા માણસને માંગવી જોઈએ માયાભાઇ તો ખુબ સારા માણસ છે, એટલું જ નહીં હકભા ગઢવીએ એમ પણ કહ્યું હતું કે કોઈ પણ આહીર સમાજના વ્યક્તિને માફી માંગવાની જરૂર નથી. આગળ હકભાએ કહ્યું કે તેવા માણસને કોઈ દિવસ સ્ટેજ કે માઈક ન અપાય તેવા માણસો બે સમાજમાં તિરાડુ પડાવી દેશે. હકભાએ આગળ કહ્યું કે તે માણસને માફી માંગી લેવી જોઈએ તો આ મામલો અહીં જ પૂરો થઇ જાય પરંતુ તે માફી માંગતો જ નથી.