આજે શ્રી કષ્ટભંજન દેવ ના અદ્ભુત દર્શન થશે ! 1.8 લાખ ડાયમંડ અને ચાંદી ના વાઘા જેની કીંમત…
જગતમાં બધે જ ફરી આવો પણ સાંડગપુરમાં બિરાજમાન હનુમાન દાદા જેવા દિવ્ય દર્શન ક્યાંય તમને નહીં થાય! ખરેખર ધન્ય છે આ ધામ ને ક્યાં કષ્ટભજન દેવ સત્ય છે. આ ધામનો મહિમા અપાર છે અને અહીંયા બિરાજમાન મંદિરની અલૌકિકતા પણ અમૂલ્ય છે. જો તમારે હનુમાનજીના સાક્ષત દર્શન કરવા હોય તો સાંડગપુર અવશ્ય પધારવું જોઇએ.
સ્વામિનારાયણ ભગવાનના પરમ ઉપાસક પ.પૂ ગોપાળાનંદ સ્વામીએ પોતાના હસ્તે હનુમાનજીમાં પ્રાણ પૂર્યાં હતા. આજે પણ એ દિવ્ય લાકડી અહીંયા છે, જે અનેક લોકોના દુઃખો ને દૂર કરે છે,પણ પ્રેત આત્મા અને મેલી વિધાઓ ને પણ પળભરમાં નષ્ટ કરી નાખે છે. આ મંદિરમાં નિત્ય અલગ અલગ વાઘા હનુમાનજીની ધરાવવામાં આવે છે. થોડાં સમય પહેલા જ સોનાના આભૂષણો દેવને અપર્ણ કરવામાં આવ્યા હતા. ત્યારે ફરી એકવાર હનુમાનજીને 1 લાખ 8 હજારથી વધુ અમેરિકન ડાયમંડનાં વાઘા અપર્ણ કરવામાં આવશે જે ચાંદી થી જડિત હશે.
આજે કાળી ચૌદશના દિવસે વિશેષ પૂજા સાથે કષ્ટભંજન દેવને પહેરાવવામાં આવેલા આ વાઘાનું વજન 15 કિલો હશે. આ સાથે કષ્ટભંજન દેવના મુગટમાં 7000 અને કુંડળમાં 3000 હીરા લગાવવામાં આવ્યાં છે. સાળંગપુરના દાદાને આ વાધા વડતાલ મંદિરના પીઠાધિપતિ આચાર્ય રાકેશપ્રસાદ સહિત મહંત પુરાણી વિષ્ણુપ્રકાશદાસજી તથા હરિપ્રકાશદાસજી સ્વામી દ્વારા અર્પણ કરવામાં આવ્યાં છે.
એક વર્ષથી આ વાઘાનું કામ અમદાવાદ અને કોલકાતામાં ચાલતું હતું. આ વાઘા 10થી 15 વખત દાદા પાસે લાવવામાં આવ્યાં. જેમાં નાના-મોટા ફેરફારો પણ કરવામાં આવ્યાં હતાં. એક વખત તો અડધા વાઘા પણ બની ગયા હતા એને પછી તેને ભાંગીને ફરીથી દાદાના નવા વાઘા તૈયાર કરાયાં. આમ, દાદાના ચાંદીના 1 લાખ 8 હજાર હીરાજડિત વાઘા તૈયાર કરાયાં.”
આ વાઘામાં 200 રિયલ ડાયમંડ, 100 ગ્રામ રોડિયમ, 200 માણેક અને 200 પન્નાનું જડતર છે. આ વાઘામાં 14 કિલો ચાંદીનો ઉપયોગ કરાયો છે. આ વાઘાનું કુલ વજન 15 કિલો છે.આ વાઘાની કુલ કિંમત 31 લાખ રૂપિયાઅમદાવાદના હરિકૃષ્ણ જ્વેલર્સના પ્રદીપભાઈ સોનીએ ડિઝાઈન કરીને બનાવ્યાં છે. આ વાઘામાં જયપુરી રોડિયમ લગાડવાને કારણે આ વાઘા આજીવન એટલાં જ ચમકતા રહેશે.