હનુમાન દાદા ના મંદીર એ 24000 કિલો તેલથી અભિષેક કરાશે, અંદાજે 40 લાખ રૂપિયાના તેલનો ઉપયોગ થશે
પોલીસ અને સ્વયંસેવકોના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે મહોત્વસની ઉજવણી કરવામાં આવનાર છે. ડભોડા હનુમાનજી મંદિરે ડભોડીયા દાદા ઉપર તેલનો મહાઅભિષેક કરવાનુ અનેરુ મહત્વ છે. એક તરફ તેલ નો ભાવ આશમાને છે, ત્યારે છેલ્લે વર્ષે 22 હજાર લીટર તેલનો અભિષેક કરવામાં આવ્યો હતો. આમ પણ શુભ કાર્યમાં તમામ ભક્તો ભાવપૂર્વક જોડાય છે. આ વર્ષે પણ ડભોડીયા હનુમાનજી દાદા ઉપર તેલનો અભિષેક કરવા માટે ભક્તો દ્વારા તેલના ડબાની નોંધણી કરાવવામાં આવી રહી હતી.
ડબાનો મહાઅભિષેક કરવાનું આયોજન હતું. હાલમાં શનિવાર સુધીમાં મંદિર ખાતે 1100 થી પણ વધુ તેલના ડબા એડવાન્સમાં જ બુક કરવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે . આગામી ત્રણ ચાર દિવસના સમય ગાળામાં જ વધુ 500 ડબ્બાનું બુકિંગ થવાની ધારણ મંદિર મંડળ દ્વારા કરવામાં આવી છે. તેલના ડબાનો અભિષેક મંદિરના પુજારીઓ દ્વારા શાસ્ત્રોકત વિધિ વિધાનથી કરવામાં આવતો હોય છે. મદિરે રાજ્યભરમાંથી બે થી અઢી લાખ ભક્તો દર્શને અર્થે આવશે.
આ દિવસે ભવ્ય શોભાયાત્રા પણ કાઢવામાં આવનાર છે. આ મંદિરના ઇતિહાસ પર એક નજર નાખીએ તો આ હનુમાન મંદિર 1200 વર્ષ જુનું છે. અને દાદાની મૂર્તિ સ્વયંભૂ પ્રગટ થયેલી છે. મોગલ શાસન દરમ્યાન પાટણ પર અલ્લાઉદિન ખીલજીએ ચઢાઈ કરતા પાટણના રાજાએ અહીંના ગાઢ જંગલોમાં આશ્રય લીધો હતો. તે સમયે અહીં દેવગઢ નું ગાઢ જંગલ હતું.હાલના મંદિરના સ્થળે જંગલ વિસ્તાર હતો. માલધારીઓ ગાયો ચરાવા આવતા હતા.
ગાયોમાંથી એક ટીલડી નામની ગાય રોજ આ સ્થળ ઉપર દુધ ઝરી જતી હતી.આ અંગે ગાય જ્યાં દુધ ઝરતી હતી તે સ્થળે ખોદકામ કરાવીને તપાસ કરાવામાં આવતા અંદરથી સ્વયંભુ ડભોડીયા હનુમાનજી દાદાની મુર્તી પ્રગટી હતી. જે આજના ડભોડીયા હનમુનાજી તરીકે પ્રસિધ્ધ છે. આ સ્થળે દાદાનુ નાનુ મંદિર વર્ષો પહેલા હતુ. જે સમયાંતરે વિકાસ પામતુ ગયુ અને આજે ગુજરાતના પ્રસિધ્ધ યાત્રાધામો પૈકીના મંદિર તરીકે ખ્યાતી પામ્યુ છે.
