અમદાવાદ : સસરા એ બધી હદ વટાવી ! દિકરા ની પત્ની ને કીધું ” તને જોયા વગર રહી શકાતુ નથી , મારું મન લાગતું નથી” જયારે પતિ એ પણ…
મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે આપણા સમાજ માં લગ્નને ઘણું મહત્વ આપવામાં આવે છે લગ્ન બાદ પતિ પત્ની એક પવિત્ર સંબંધમાં જોડાઈ જાય છે અને જીવન માં તમામ મુશ્કેલીઓ અને ખરાબ પરિસ્થિતિ માં પણ એક બીજા સાથે રહેવા અને એકબીજા ને મદદ કરવાનું વચન આપે છે લગ્ન બાદ કન્યા અને વર એક બીજાના માતા પિતા ને પોતાના માતા પિતાના સ્થાને માને છે ખાસ તો મહિલા કે જે પોતાનું પિયર છોડી સાસરે આવી હોઈ તે પોતાના સસરા ને પોતાના પિતા જ માને છે.
જયારે સસરા પણ પોતાની પુત્રવધુ ને દિકરી ની જેમ સાચવે છે પરંતુ ઘણી વખત સમાજ માં એવા બનાવો બની જાય છે તે તમામ સંબંધ ની મર્યાદા તોડી નાખે છે. હાલમાં આવો જ એક બનાવ અમદાવાદ માંથી સામે આવ્યો છે ક્યાં એક પુત્રવધુ દ્વારા સસરા પર છેડતી નો ગંભીર આરોપ લગાવતા ખળભળાટ મચી ગયો છે આ અસોભનીય ઘટના અંગેની વિગતો આ મુજબ છે.
મળતી માહિતી અનુસાર આ બનાવ અહીના નરોડા વિસ્તાર નો છે કે જ્યાં એક પિતા તુલ્ય સસરા દ્વારા દિકરી સમાન પુત્ર વધુ સાથે છેડતી કરી છે. જણાવી દઈએ કે આહી રહેતી રેખા ( નામ બદલેલ છે ) ના લગ્ન વર્ષ ૨૦૨૧ માં જ થયા હતા જો કે લગ્ન બાદ તમામ વસ્તુ સારી રીતે ચાલતી હતી પરંતુ થોડા સમય બાદ તેને સાસરા માં મુશ્કેલીઓ નો સામનો કરવો પડ્યો. તેને છેડતી અને દહેજ ને લઈને સાસરા તરફથી ત્રાસ આપવામાં આવ્યો.
રેખા ના જણાવ્યા અનુસાર તેના સાસુ સાસરા નાની નાની બાબત માં તેને ટોકતા અને હેરાન કરતા વળી દહેજ ના નામે પણ કઈ લાવી નથી તેને લઈને અપશબ્દો કહી હેરાન કરતા તેવામાં રેખાએ દહેજ ઉપરાંત સસરા પર છેડતી અને અભદ્ર વ્યવહાર કરવા અંગે પણ આરોપ લગાવતા કહ્યું કે એક દિવસ તે પતિ સાથે બજાર ગઈ હતી જે બાદ પતિ દુકાને ચાલ્યા ગયા બાદ તે જયારે રૂમમાં એકલી બેઠી હતી ત્યારે સાસુ સાસરા સુઈ ગયા હતા.
પરંતુ અચાનક સાસરા જાગીને તેના રૂમમાં આવ્યા અને તેનો હાથ પકડી ખરાબ અને અસોભનીય વાતો અને માગ કરવા લાગ્યા રેખા ના જણાવ્યા અનુસાર સસરાએ તેને પોતે મને ( રેખાને ) પ્રેમ કરતા હોવાનું અને મારા વિના નહિ રહી શકતા હોવાનું કહ્યું ઉપરાંત દરેક ક્ષણે રેખાનો ફોટો ફોનમાં જોયા કરતા હોવાનો પણ આરોપ રેખા દ્વારા કરવામાં આવ્યો.
રેખા એ વધુમાં જણાવ્યું કે તેના સસરા દ્વારા એવું કહેવામાં આવ્યું કે જયારે તે પિયર જાય છે ત્યારે તેને ગમતું નથી રેખાના પિયર ગયા પછી તે અવાર નવાર ફોન કરી દિલની વાત કહેવા અંગે પરેશાન કરે છે. આ બાબત ને લઈને જયારે રેખાએ પોતાના પતિ વાત કરી ત્યારે તેને પણ રેખા ને બદલે પોતાના માતા પિતાનો સાથ આપતા કહ્યું કે આવું ચાલ્યા કરે તારે સહન કરવું પડશે જે બાદ અંતે રેખા કૃષણ નગર પોલીસ સ્ટેસન માં ફરિયાદ નોંધાવી.