ક્રિકેટર હાર્દિક પંડ્યા પત્ની નતાશા સાથે બીજીવાર લગ્નના બંધને બંધાયા, જુઓ લગ્નની તસવીરો….
હાલ લગ્નનો માહોલ ચાલી રહ્યો છે, ત્યારે ક્રિકેટરોમાં વધુ એક કપલ લગ્ન કરવા જઈ રહ્યું છે અને અંહી ખાસ વાત એ છે કે આ કપલ પહેલાથી જ પરિણીત છે અને ફરીથી લગ્ન કરવા જઈ રહ્યું છે અને આ એવા લગ્ન છે, જેમાં તેનો દીકરો પણ હાજર છે. ખરેખર આ અનોખા લગ્ન છે. આજ રોજ હાર્દિક પંડ્યા અને તેની પત્ની નતાશા સ્ટેનકોવિક વેલેન્ટાઈન ડે પર ઉદયપુરમાં લગ્નના બંધને બંધાયા.
હાર્દિક પંડ્યાએ વર્ષ 2020માં બોલીવુડ અભિનેત્રી નતાશા સ્ટેનકોવિક સાથે કોર્ટ મેરેજ કર્યા હતા અને હાલ આ કપલ એક બાળક અગસ્ત્યના માતા-પિતા પણ છે.
લગ્નનો ભવ્ય સમારોહ ઉદયપુરમાં 13 ફેબ્રુઆરીથી શરૂ થયો અને 16 સુધી ચાલશે.આ લગ્નમાં દરેક ક્રિકેટરોથી લઇને બૉલીવુડના કલાકારોએ હાજરી આપી છે. હાલમાં આ લગ્નની તસવીરો પણ વાયરલ થઇ રહી છે તમબે જાણીને નવાઈ લાગશે કે, આ લગ્ન ખ્રિસ્તી ધર્મ અનુસાર થયા છે.
આજે વેલેન્ટાઈન ડેના દિવસે હાર્દિક પટેલ તસવીરો શેર કરતા લખ્યું છે કે, પ્રેમના આ ટાપુ પર અમે ત્રણ વર્ષ પહેલાં લીધેલા શપથને રિન્યૂ કરીને અમે વેલેન્ટાઇન ડે ઉજવ્યો. અમારા પ્રેમની ઉજવણી કરવા માટે અમારો પરિવાર અને મિત્રો અમારી સાથે હોવાથી અમે ખરેખર ધન્ય છીએ.
હાર્દિક અને નતાશાએ જાન્યુઆરી 2020માં સગાઈ કરી હતી. મે 2020 માં બંનેએ નજીકના સંબધીઓની હાજરીમાં લગ્ન કર્યા હતા, જો કે ત્યારથી બંનેના મનમાં ભવ્ય લગ્નની ચર્ચા હતી. આખરે બંને હવે પોતાનું સપનું પૂરું કર્યું છે. રિપોર્ટ મુજબ બંનેના લગ્નની તમામ વિધિ ઉદયપુરમાં હલ્દી, મહેંદી જેવા કાર્યક્રમો સાથે પૂર્ણ કરવામાં આવી.
બંનેએ જાન્યુઆરી 2020માં સગાઈ બાદ જ પ્રેગ્નન્સીની જાહેરાત કરી હતી. આ પછી જુલાઈ 2020 માં તેઓ એક પુત્રના માતાપિતા બન્યા હતા અને હાલ બીજા લગ્ન પોતના દીકરાની હાજરીમાં લગ્ન કર્યા છે, ત્યારે ખરેખર આ લગ્ન ખુબ જ યાદગાર અને ભવ્ય રહ્યાં છે. આ લગ્નની તસવીરો પણ સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી રહી છે.
તમે જોઈ શકો છો કે, નતાશા વાઈટકલરના ગાઉનમાં ખૂબ જ મનમોહક લાગી રહી છે અને સૌથી સુંદર ક્ષણ એ છે, જેમાં નતાશા અને હાર્દિક પોતાના પુત્રને ચુંબન કરી રહ્યા છે.
ખરેખર આવા લગ્ન પહેલીવાર યોજાયા હોય જેમાં પુત્ર એ માતા-પિતાના લગ્નમા હાજરી આપી હોય. ટૂંક સમયમાં હિન્દૂ રિતી રિવાજ મુજબના લગ્ન પણ યોજાશે, જેની તસવીરો સામે આવશે…