Gujarat

પ્રગટ ગુરુહરિ હરિપ્રસાદ સ્વામી મહારાજ અક્ષધામ નિવાસી થયા. અંતજીવોનું કલ્યાણકારનાર હરિધામ આજ નોંધારું થયું.

આ વર્ષે ખરેખર નબળું છે, ક્યારે શું બની જાય ખ્યાલ નથી આવતો આજે સવારે સમાચાર મળ્યા છે કે, સ્વામિનારાયણ સંપ્રદાયનાનાં  શ્રી અક્ષર પુરુષોત્તમ  સ્વામિનારાયણ મંદિર હરિધામ સોખાડા નાં સંસ્થાનાં સ્થાપક તથા યીગીજી મહારાજના પરમ શિષ્ય ગુરુહરી હરિપ્રસાદ સ્વામી અક્ષરધામ સિંધાવ્યા.આજરોજ  યોગી ડિવાઇન સોસાયટી દ્વારા જાહેર કરવામાં આવ્યુ કે નપરમાધ્યક્ષ અને આત્મીય સમાજના પ્રાણધાપ્રગટ ગુરૂહરિ પરમ પૂજ્ય હરિપ્રસાદ સ્વામીજી મહારાજ આ પૃથ્વીની તેમની દિવ્ય યાત્રા પૂર્ણ કરીને આજરોજ તા.26 જુલાઇ 2021 રાત્રે ૧૧.૦૦ કલાકે સ્વતંત્ર થકા અક્ષરધામમાં બીરાજી ગયા છે.

અનુપમ આત્મીયતા, અનેરી સરળતા, આગવી સહજતા, અનહદ સુહદભાવ અને અપ્રતિમ સાધુતાનું મૂર્તિમાન સ્વરૂપ એવા પરમ પૂજ્ય સ્વામીજીએ તેમની આ પૃથ્વીપટની પ્રભુપ્રેરિત યાત્રા દરમિયાન પ્રભુભક્તિ અને ગુરૂભક્તિના અનોખા સમન્વયનું દર્શન કરાવ્યું. તેઓશ્રી
આધ્યાત્મિકતાનો ઉજાસ સમગ્ર સમાજને પ્રકાશિત કરતો રહ્યો છે. આપણી વચ્ચે તેઓશ્રીની પ્રત્યક્ષ અનુપસ્થિતિના આ વિદાય હદયવિદારક સમયે સહુને બળ અને ધૈર્ય પ્રાપ્ત થાય તેવી પ્રભુચરણે- ગુરૂહરિચરણે અંતરની પ્રાર્થના.હરિપ્રસાદ સ્વામીજીની છેલ્લા કેટલાક સમયથી નાદુરસ્ત હતા અને તેમનું સ્વાસ્થ્ય જળવાઈ રહે તે માટે સતત ચેકઅપણ કરવામાં આવતું હતું. જો કે, સોમવારે તેમની તબિયત એકાએક લથડતા સાંજના સમયે તેમનેવડોદરા સ્થિત ભાઈલાલ અમીન હોસ્પિટલમાં સારવાર અર્થે લાવવામાં આવ્યા હતા.

જો કે, મોડી રાતે તબિયત ફરી લથડતા સ્થાનિક ડોક્ટર્સ દ્વારા તેમની સારવાર શરૂ કરવામાં આવી હતી પરંતુ રાતે 11ના સુમારે સ્વામી હરિપ્રસાદજીનું દેહાવસાન થયું હતું. સ્વામીજી  અક્ષર ધામ સિંધવાયા નું વાની વાત વાયુવેગે ભક્તોમાં ફેલાતા હરિભક્તોમાં શોક વ્યાપ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!