Gujarat

મહાદેવનો શૃગાર કરી ઘરે પરત ફરી રહેલા નાના એવા શિવભકતનુ બસ અડફેટે કરુણ મોત નિપજ્યું ! પિતાએ ક્લિક કરેલો છેલ્લા ફોટો

હાલના સમય મા શ્રાવણ માસ ચાલી રહ્યો છે ત્યાર સમગ્ર ગુજરાત મા મહાદવે નો ઉત્સવ ચાલી રહ્યો હોય તેવો માહોલ છે ત્યાર હાલ જ હાલોલ માથી એક ખુબ જ દુઃખદ ઘટના સામે આવી છે જેમા એક્ટિવાનો બસ સાથે અકસ્માત થતા નાનકડા માસૌમ શિવભકત નુ મૃત્યુ થતા સમગ્ર પંથક મા દુખ ની લાગણી ફેલાઈ ગઈ હતી.

ઘટના અંગે વિગતે વાત કરીએ તો હાલોલની પૂજા સોસાયટીમાં રહેતા મહાદેવ મોટર ટ્રેઇનિંગ સ્કૂલ ચલાવતા અને શારણેશ્વર મહાદેવ મંદિરમાં સેવા પૂજા કરતા પૂજારી કલ્પેશ ગૌસ્વામીનો સાત વર્ષનો પુત્ર હર્ષલ ગોસ્વામી માતા સુનિતાબેન સાથે શરણેશ્વર મહાદેવના મંદિરે ગયો હતો. શ્રાવણ માસ ચાલતો હોવાથી સાંજની આરતી માટે મંદિરમાં શૃંગાર કરવા માટે ગયો હતો અને મહાદેવ ના દર્શન કરી ને સરસ શૃગાર કર્યો હતો અને તેના પિતાએ તેના ફોટાસ પણ ક્લીક કર્યા હતા.

જ્યારે સાત વર્ષ નો પુત્ર હર્ષલ અને તેની માતા સુનિતાબેન એક્ટિવ પર ઘરે પરત ફરી રહ્યા હતા. ત્યારે પાવાગઢ રોડ ઉપર આવેલ એમએસ હાઈસ્કૂલ નજીક એક્ટિવાનો એસટી બસ સાથે અકસ્માત થયો હતો આ અકસ્માત મા હર્ષલ ને માથા ના ભાગે ગંભીર ઈજાઓ પહોંચિ હતી અને સુનિતાબેન પોતે અકસ્માત થતા ઘવાયેલા છતા પુત્રને લઈ કૃપાલું હોસ્પિટલ પહોંચ્યા હતા. જ્યાર હર્ષલ ને માથા ના ભાગે ગંભીર ઈજાઓ થયા સારવાર દરમ્યાન જ તેનું મોત થયું હતુ.

બિજીબાજું શરણેશ્વર મંદિરે હર્ષલના પિતા મંદિર મા સાંજ ની આરતી ની તૈયારી કરી રહ્યા હતા ત્યાર તેવો ને ઘટના ની જાણ થતા તેવો તાત્કાલિક હોસ્પિટલે દોડી આવ્યા હતા જ્યા પોતાના પુત્ર ના મોત ના સમાચાર સાંભળતા જ માતા પિતા નુ હૈયાફાટ રુદન જોવા મળ્યુ હતુ અને વાતાવરણ ગણગીન બની ગયુ હતુ જ્યારે

અકસ્માત કરી બસ લઈ ભાગી છૂટેલા એસટી ડ્રાઇવરને અરાદ રોડ પાસે પકડી લેવામાં આવ્યો હતો. અકસ્માતમાં મોતને ભેટનાર હર્ષલના મૃતદેહને પીએમ માટે લઈ જવામાં આવ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!