Gujarat

કેનેડા મા વધુ એક ગુજરાતી નુ મોત થયુ ! નાનો ભાઈ દરીયામા તણાતા મોટા ભાઈએ બચાવવા માટે કુદકો લગાવ્યો..

ગુજરાત ના અનેક યુવાનો કેનેડા મા રોજગાર માટે અમે ભણવા માટે જાય છે ત્યારે ક્યારેક એવી ઘટના ઓ પણ બનતી હોય છે પ્રકાશ મા આવતી છે ત્યારે તાજેતર મા જ એક ઘટના સામે આવી હતી મુળ મહેસાણા ના વતની બે ભાઈઓ કેનેડા ભણવા માટે ગયા હતા ત્યારે ગઈ કાલે પ્રવેશ્યા હતા ત્યારે નાના ભાઈ નુ દરિયા મા ડુબી જવાથી મોત થયુ હતુ જ્યારે મોટો ભાઈ બચાવવા જતા ગંભિર ઈજાઓ પહોંચી હતી.

આ ઘટના અંગે જાણવા મળતી વિગતો હતનુસાર મુળ મહેસાણા ના વતની હર્ષિલ બારોટ અને ઝરીન બારોટ બન્ને ભાઈઓ છેલ્લા ત્રણ વર્ષ થી કેનેડા અભ્યાસ માટે ગયા હતા. જ્યારે છેલ્લા પાંચ માસનો અભ્યાસ પુરો થવાની બન્ને ભાઈઓ મિત્રો સાથે કેનેડા ના પોગીઝ કોવ લાઈટ હાઉસ ખાતે ફરવા ગયા હતા. આ દરમ્યાન મા નાના ભાઈ હર્ષિલનો પગ લપસત દરીયા મા ડૂબવા લાગ્યો હતો જ્યારે મોટા ભાઇ એ તેને બચાવવા પ્રયાસ કર્યો હતો પરંતુ બચાવી શક્યો નહતો અને તેને પણ ઇજાઓ પહોંચી હતી.

આ ઘટના ની જાણ કેનેડિયન ફાયર અને ઇમર્જન્સી જોઈન્ટ રેસ્ક્યૂ કો-ઓર્ડિનેટર સેન્ટર અને કેનેડિયન કોસ્ટ ગાર્ડ ઘટનાસ્થળે આવી મોડી રાત સુધી યુવકોની શોધખોળ કરી હતી જયા દરીયા કિનારે ઝરીન બારોટ મળી આવ્યો હતો અને સારવાર અર્થે હોસ્પિટલે ખસેડવા મા આવ્યો હતો.

ઘટના ની જાણ થતા મહેસાણા મા રહેતા પરીવારજનો પર દુખ નો પહાડ ટુટી પડ્યો હતો અને મહેસાણા થી કેનેડા જવા માટે નીકળ્યા હતા. હર્ષિલ અને ઝરીને ઘટના અગાવ ના ફોટો અને વિડીઓ instagram મા શેર કર્યા હતા પરંતુ તેમને શુ ખબર કે કાળ તેની રાહ જુવે છે. આ અગાવ પણ એક ઘટના મા વડોદરા ના વિધાર્થી નુ ચાર મહીના અગાવ ક્લિફ જમ્પિંગ રમતાં ઊંડા પાણીમાં ડૂબી જવાને કારણે તેનું મોત નીપજ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!