સૌરાષ્ટ્રના ખ્યાતનામ હાસ્યકલાકાર એ પુત્રવધુ ના જન્મ દિવસ પર 25 લાખનુ દાન કર્યુ ! અત્યાર સુધી મા 5 કરોડ…
હાલના સમયમા જ્યારે કોઈ નો જન્મ દિવસ હોય ત્યારે મોટા મોટા ફંકશન અને કેક કાપવામા આવતા હોય છે અને ખોટી રીતે રુપીઆ નો બગાડ કરવા મા આવતો હોય છે ત્યારે હાલ સૌરાષ્ટ્ર ના હાસ્ય કલાકારે એક નવી જ રાહ ચિંધી છે જેમા તેવો એ પોતાની પુત્રવધુ ના જન્મ દિવસ ના અવસર પર 25 લાખ રુપીઆ દાન કરવા નો નિર્ણય લીધો હતો જે અલગ સંસ્થા ને જરૂરિયાત મુજબ આપવામા આવ્યા છે .
જો આપણે આ કલાકારની વાત કરીએ તો આ કલાકાર થી ભાગ્યે જ કોઈ અજાણ હશે જેમનુ નામ ડો.જગદીશ ત્રિવેદી છે અને તેવો મુળ સુરેન્દ્રનગર જીલ્લાના વતની છે. જેઓ એ ગુજરાત નહી દેશ બહાર પણ અનેક સફળ કાર્યક્રમો આપ્યા છે. તા.12 ઓકટોબર 2017ના રોજ તેમના 50 વર્ષ પૂર્ણ થયા હોય વાન પ્રસ્થાનના વધામણાનો કાર્યક્રમ કર્યો હતો.
જેમા તેવો એ એવો નિર્ણય કર્યો હતો કે તેવો 11 કરોડ રુપીઆ નુ દાન કરશે જ્યારે હાલ સુધી મા કુલ 5 વર્ષ ના સમયગાળા મા તેવો એ 5 કરોડ નુ દાન કરી ચુક્યા છે. જ્યારે હાલ જ તેમના પુત્રવધુ ડો.રૂષાલી મૌલીકભાઇ ત્રિવેદીનો 8 સપ્ટેમ્બરના દિવસે 25મો જન્મ દિવસ હતો. આ જન્મ દિવસે તેમણે રૂ.25 લાખનું દાન કર્યું હતું.
આ અંગે ડો.જગદીશ ત્રિવેદીએ જણાવ્યું કે જન્મ દિવસની ઉજવણી પાછળ ખર્ચ કરીને ખોટો દેખાડો કરવા કરતા આવી સંસ્થાઓમાં દાન આપવાથી અનેક વિદ્યાર્થીઓને ફાયદો થાઇ શકે છે. દાન ની રકમ મા દેવકા ખાતે આવેલી વિદ્યાપીઠમાં કન્યાઓને શિક્ષણ માટે વર્ગખંડ બનાવવા માટે રૂ.15 લાખ તથા લીંબડી કેળવણી મંડળ સંચાલીત પાણશીણા, શિયાણીની શાળાઓમાં લાયબ્રેરી અને ઓરડા બનાવવા માટે રૂ.10 લાખનું દાન આપ્યું હંતુ.