પ્રેમ સબંધ નો કરુણ અંજામ ! પરણીત મહીલા ના સાસુની શાહરુખે કરપીણ હત્યા કરી નાખી…
હાલ ના સમય મા હત્યા અને લુટ બનાવો સતત વધી રહ્યા છે જ્યારે હાલ જ વડોદરા મા એક ચકચાર જગાવી મુકે તેવી ઘટના પ્રકાશ મા આવી છે જેમા વડોદરા ના શહેરના વડસર બ્રીજ નજીક ધોળા દિવસે પ્રેમીએ ઘરમાં ઘૂસી પ્રેમીકાની સાસુની કરપીણ હત્યા કરી નાખી હોવાની ઘટના સામે આવી છે. જ્યારે પોલીસે હત્યા ના આરોપી ની ગણતરી ની કલાંકો મા જ ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી છે.
ઘટના અંગે જાણવા મળતી વિગતો અનુસાર વડોદરા શહેરના વડસર બ્રીજ નજીક આવેલા અંબે એન્કલેવમાં રહેતા યુવાન ના લગ્ન થોડા સમય પહેલા જ થયા હતા જ્યારે યુવાન ની પત્ની નો લગ્ન પહેલા પ્રેમ સબંધ નવાયાર્ડ ખાતે રહેતા શાહરૂખ સાથે હતો. જ્યારે લગ્ન બાદ પણ તે પરણીત મહીલા ને હેરાન કરતો હોવાથી અગાવ માંજલપુર પોલીસ સ્ટેશન ખાતે કરવામાં આવી હતી ગઈ કાલે ફરી શાહરૂખ પરણીતાના ઘરે પહોંચ્યો હતો અને ચપ્પુ જેવા તીક્ષ્ણ હથિયારો થી પરણીતા ના સાસુ દક્ષાબેન પર હુમલો કર્યો હતો અને મોત ને ઘાટ ઉતાર્યા હતા જ્યાર બાદ
બનાવની જાણ માંજલપુર પોલીસને થતાં ઉચ્ચ અધિકારીઓ સાથેનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પોલીસે અલગ અલગ ટીમો બનાવીને તેની શોધખોળ હાથ ધરીને ગણતરીના કલાકોમાં જ તેને ઝડપી લઈને પૂછપરછ હાથ ધરી હતી. જેમાં એકતરફી પ્રેમમાં તેણે આ કાંડ કર્યો હોવાનું જાણવા મળ્યું છે. સમગ્ર મામલે માંજલપુર પોલીસે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.