લોક ગાયક વૈશાલી બલસારા હત્યા કેસ મા થયો મોટો ખુલાસો ! હત્યા કરવાનાર બીજુ કોઈ નહી પણ પોતાની જ…
ગત રવિવારે ગુજરાત ની જાણીતી લોક ગાયકા વૈશાલી બલસારા ની અવાવરુ જગ્યાએ થી કાર મા લાશ મળી આવતા ચકચાર મચી ગયો હતો. જયારે વૈશાલી બલસારા શનિવારે ઘરે થી નીકળી હતી અને પતિ દ્વારા ગુમ થયા ની ફરીયાદ પણ નોંધાવી હતી જ્યાર બાદ વૈશાલી નો મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામ્યો હતો અને પોસ્ટમોર્ટમ રીપોર્ટ મા એવો ખુલાસો થયો હતો કે વૈશાલી ની ગળુ દબાવી હત્યા કરવા મા આવી છે.
વલસાડ પોલીસ દ્વારા હત્યા નો ભેદ ઉકેલવા સતત તપાસ નો ધભધભાટ કર્યો હતો અને કુલ 8 ટીમો બનાવી હતી અને બે ટીમો ને રાજ્ય બહાર તપાસ કરવા પણ મોકલી હતી આ ઉપરાંત 100થી વધુ સીસીટીવી તપાસ્યા હતા અને 75 થી વધુ લોકો ના નિવેદનો લેવાયા હતા. જ્યારે વૈશાલી હત્યા કેસમાં તમામ પાસાઓ ઉપર ઝીણવટભરી તપાસ હાથ ધરવામાં આવી હતી અને પોલીસ ને હત્યારા સુધી પહોંચવા મા સફળતા મળી હતી.
વૈશાલીની હત્યા કરવાનાર બબીતા હતી. બબીતા વૈશાલી ની મહીલા મિત્ર હતી અને વૈશાલી એ અમુક રકમ બબીતા ને વ્યાજે આપી હતી ત્યારે વૈશાલી દ્વારા તેના રુપીઆ ની માંગણી કરાતી હતી જ્યારે બબીતા ને આ રુપીઆ પરત ના આપવા પડે તે માટે બબીતા એ કોન્ટ્રાન્ટ કીલર પાસે વૈશાલીની હત્યા કરાવી હતી જ્યારે આ મામલે વલસાડ પોલીસે મુંબઈથી કોન્ટ્રાન્ટ કિલર અને બબીતાની અટકાયત કરી હતી.
જો ગાયિકા વૈશાલી બલસારા ની વાત કરવા મા આવે તો એક જાણીતું નામ છે. તેના પતિ હિતેશ બલસારા પણ એક ગાયક છે. આ સાથે જ સ્ટેજ શોમાં તે ગિટાર પણ વગાડે છે. શનિવારે રાત્રે બે વાગ્યે પતિ હિતેશ બલસારાએ પોલીસનો સંપર્ક કર્યો હતો. આ બાદ, તેમની પત્ની ઘરેથી ક્યાંક નીકળી ગઈ હોવાની જાણકારી આપતી પોલીસને અરજી પણ આપી હતી. આ બાદ, રવિવારે પારડી નજીક પાર્ક કરેલી કારમાંથી વૈશાળીનો મૃતદેહ મળી આવતા તેની હત્યા અંગે અનેક સવાલો ઉભા થયા હતા