Gujarat

ગુજરાતી અખબાર

દહેજ પ્રથા એક આજે પણ સમાજ મા એક દુષણ સમાન છે છતા પરીણીતા ઓ ને દહેજ બાબતે શારીરીક અને માનસીક પીડા પહોચાડવામા આવતી હોય છે ત્યારે ભારત દેશ ના અનેક રાજ્યો મા આજે પણ આ દુશણ જોવા મળે છે. ત્યારે આવી જ એક ઘટના માનવાતા ને શરમાવે તેવી ઘટના બિહાર મા સામે આવી હતી જેમા એક મહીલા પોલીસ ની હત્યા કરી દેવામાં આવી હતી.

આ ઘટના બિહાર ના ખગડીયા જીલ્લા ના એક ગામ મા સામે આવી હતી જેમા એક પરીણીતા ના સાસરીયા ઓ દ્વારા દેહેજ મા બુલેટ ની માંગણી કરવામા આવતી હતી જે પુરી ન થતા પરીણીતા ની હત્યા કરી દેવાઈ છે તેવો આરોપ સાસરીયા પક્ષ પર લાગ્યો હતો. આ ઘટના ગુરુવારે રાત્રી ના બની હતી જેમા ભાગલપુર જિલ્લાના અકબરનગર શ્રીરામપુરની રહેવાસી પ્રતિક્ષા કુમારીની માતા રેણુ દેવીએ તેના સાસરિયાઓ પર આરોપ લગાવ્યો છે કે તેણે દહેજ માટે તેની પુત્રી પ્રતિક્ષાના ગળે ફાંસો આપીને તેની હત્યા કરી છે.

મૃતક પ્રતિક્ષા ના સ્વજનો પાસે થી જાણવા મળ્યુ હતુ કે પતિક્ષા બિહાર પોલીસ મા ફરજ બજાવતી હતી. અને 24 ઓક્ટોબર ના રોજ કડવા ચોથ ના દિવસે પોતાના સાસરિયાના ગામે ગઈ હતી. અને તેનો પતિ આર્મી જવાન અંકીત કુમાર પણ ત્યારે ઘરે પહોંચ્યો હતો. અને પ્રતીક્ષા ના સાસરીયા દ્વારા દહેજ મા બુલેટ ગાડી ની માંગ કરાઈ રહીકે પાસ હતી જે પુરી ન થતા પ્રતિક્ષા ની ગળાફાસો આપી ને હત્યા કરવામા આવી હતી.

જયારે આ ઘટના અંગે ગામ ના લોકો અલગ અલગ વાતો કરી રહ્યા છે અને ઘણા લોકો કહી રહ્યા છે કે આ અગાવ પણ પ્રતિક્ષા ને સાસરીયા ના લોકો દ્વારા માર મારવામા આવ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!