ગાંધીનગર :બાઈક પર અવેલા બે બુકાનીધારી ધડાધડ ગોળીઓ મારી સચિવાલયના પ્યુનની હત્યા કરી ! Cctv મા
ગુજરાત રાજ્ય મા સતત ગુનાહિત પ્રવૃતિઓ મા વધારો થઈ રહ્યો છે ક્યાક ને ક્યાક રોજ હત્યા,લુટફાટ ચોરી જેવી ઘટનાઓ બની રહી છે ત્યારે ગુજરાત ના પાટનગર મા એક ચકચાર મચાવતી ઘટના સામે આવી છે જેમા સચિવાલયમા પ્યુન તરીકે કોંટ્રાક્ટ પર કામ કરતા યુવકની પોઈન્ટ બ્લેંક રેંજથી ગોળી મારી હત્યા કરી દેવામા આવી છે.
ઘટના અંગે જાણવા મળતી વિગતો અનુસાર સચિવાલયમા પ્યુન તરીકે કોંટ્રાક્ટ પર કામ કરતા કિરણજી મકવાણા નામના યુવાન ની સેક્ટર ૧૦મા બિરસા મુંડા ભવન પાસેના રસ્તા ઉપર સોમવારે પલ્સર બાઇક પર બે બુકાનાધારી શખ્સો એ આવી ને પોઈન્ટ બ્લેંક રેંજથી ગોળીઓ મારી હતી જેમા યુવાન નુ મોત થયુ હતુ.
કિરણજી મકવાણા ઇન્દ્રોડાના ના રહેવાસી હતા જ્યારે ઘટના ની જાણ પોલીસ ને થતા ગાંધીનગર ના પોલીસ એ તપાસ નો ધભધભાટ શરુ કર્યો હતો. આરોપીઓના પોલીસને સીસીટીવી ફૂટેજ મળ્યા છે. આ સીસીટીવી ફૂટેજમા બે આરોપીઓ બાઈક પર જઈ રહ્યા છે. એક આરોપી બુકાનીધારી છે જ્યારે અન્ય એક આરોપી હેલ્મેટ પહેરી પાછળ સવાર છે જેણે ફાયરિંગ કર્યું હોવાનું અનુમાન છે. પોલીસે ટેક્નિકલ સર્વેલન્સના આધારે તથા વિવિધ ટીમો બનાવી તપાસ શરૂ કરી છે.
ઘટના અંગે પોલીસ દ્વારા અન્ય જીલ્લાઓ મા પણ તપાસ હાથ ધરી હતી અને મૃતક ના પરીવારજનો ના નિવેદન નો લેવા મા આવ્યા હતા જેમા પરથી હત્યા કરવા નુ કારણ પ્રેમ પ્રકરણ, જમીન બબાલ, કચેરીમાં કોઇ બબાલ જેવી કોઈ બાબતો હોય તેવી આશંકા સેવાઇ રહી છે.