પ્રેમ લગ્ન નો કરુણ અંજામ ! છૂટાછેડા બાદ પુર્વ પતિએ પત્ની ની જાહેર મા હત્યા કરી નાખી , જ્યારે પહેલી પત્નીને તરછોડી
હાલ દેશ અને રાજ્ય મા ગુનાનુ પ્રમાણ સતત વધી રહ્યુ છે ચોરી લુટ મારપીટ જેવી ઘટના રોજ ક્યાક ને ક્યાક બની રહી છે ત્યારે ગાંધીનગર ના કલોલ મા એક ચકચારી ઘટના સામે આવી છે જેમા એક યુવતિને પુર્વ પતિએ જાહેર મા ચાકુ ના ઘા મારી હત્યા કરી છે. કલોલ પોલીસે પૂર્વ પતિ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. હાલ લોકલ ક્રાઇમ બ્રાંચ દ્વારા આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે.
ઘટના અંગે જાણવા મળતી વિગતો અનુસાર ગાંધીનગર ના કલોલ શહેર મા શુક્રવારે કલોલ સીટી મોલ પૂજા ફાસ્ટ ફૂડ પાસે 23 વર્ષીય યુવતીને પુર્વ પતિ એ જાહેર મા આડેધડ છરી ના ઘા ઝીકી હત્યા કરી દેતા ચકચાર મચી ગયો છે. આરોપી હત્યારા ને ગણતરી ની કલાંકો મા જ લોકલ ક્રાઈમ બ્રાંચ ની ટીમે ધરપકડ કરી છે. આ અંગ મળતી માહીતી મુજબ કલોલની દેવીકૃપા સોસાયટીમાં રહેતી હેમા નંદવાણી અને ભાવેશ કેશવાણીએ પ્રેમલગ્ન કર્યા હતા.
પતિ પત્ની વચ્ચે અણબનાવ થતા દોઠ વર્ષ પહેલા બન્ને એ છુટાછેડા લઈ લીધા હતા પરંતુ ભાવેશે હેમા નૈ પીછો છોડ્યો નહતો અને અવારનવાર તેને પાછળ આવી જવા માટે દબાણ કરતો આ ઉપરાંત ધાક ધમકીઓ આપતો હતો. આ અંગે એક ઓડિયો રેકોર્ડીંગ પણ સામે આવ્યુ છે જેમા ભાવેશ હેમાને પાછી ના આવે તો તેને અને તેના પરીવાર ને જાન થી મારી નાખવાની ધમકીઓ આપી રહ્યો છે અને હેમા આવુના કરવા માટે આજીજી કરી રહી છે.
આ ઘટના અંગે વધુ મા માહિતી એવી પણ મળી હતી કે ભાવેશ અને હેમા વચ્ચે પ્રેમ બંધાયો ત્યારે હેમા તે વાત થઈ અજાણ હતી કે ભાવેશ અગાવ થી પરિણીત છે અને એક બાળક નો પિતા પણ છે. ભાવેશે હેમા સાથા લગ્ન કરી ને પહેલી પત્ની ને તરછોડી દીધી હતી અને પહેલી પત્ની ને આઘાત સહન ન થતા ગાંડા ની માફક ફરતી હતી આ જાણ હેમા ને થતા ભાવેશ સાથે છુટાછેડા લઈ લીધા હતા.
ચાર મહીના અગાવ પણ ભાવેશ છરો લઈને હેમા ના ઘર પાસે પહોંચ્યો હતો અને આ કરતુત નો વિડીઓ હેમા ના પિતા એ ઉતારી ને ભાવેશ ના સગા ને દેખાડયો હતો અને ત્યારે સમજાવ્યો. તો પરંતુ ભાવેશ ના મગજ મા ભુત સવાર હોય તેમ શુક્રવારે આ ઘટના ને કરુણ અંજામ આપ્યો હતો. આ અંગે કલોલ ડીવાયએસપી પી.ડી. મનવરે જણાવ્યું હતું કે, હેમા નામની યુવતીની હત્યા તેના પૂર્વ પતિએ કરી છે. હાલમાં મૃતકના પરિવારજનોની પૂછપરછ કરીને હત્યાનો ગુનો દાખલ કરવાની તજવીજ શરૂ કરાઈ છે.
