રાજકોટ : જે ઘર મા લગ્ન હતા એ ઘર ના સભ્ય ની જ હત્યા થતા ચકચાર મચી ગયો
મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે હાલ લોકો ના સ્વભાવ ઘણા ટૂંકા થઇ ગયા છે જેના કારણે લોકો ને વાત વાત માં ગુસ્સો આવી જાય છે. આવી નાની નાની વાત પર સર્જાયેલ ગુસ્સાના અને ઝઘડા ના કારણે ઘણી વખત ઘણા મોટા પરિણામો પણ સહન કરવા પડે છે. હાલ લોકો એક બીજાનો જીવ લેતા પણ ખચકાતા નથી જેના કારણે આપણે ઘણી વખત ખૂન ના કિસ્સાઓ પણ જોતા અને સાંભળતા હોઈએ છીએ. જોકે ખૂનની પાછળ નું કારણ એ અલગ અલગ હોઈ શકે છે. આવા ગુને ગારોને ઘણી કડક સજા પોલીસ દ્વારા આપવામાં આવે છે.
આપણે સૌ જાણીએ છિએ કે હાલ દેશ અને રાજ્ય માં આવી ખૂન ને લાગતી અમાનવીય ઘટનાઓ વધી રહી છે. જો કે પોલીસ પણ આવા ગુનેગારને ઘણી કડક સજા આપતા હોઈ છે. તેવામાં ફરી એકવાર આવી ખૂની ઘટના સામે આવી છે કે જ્યાં નોનવેજ વેચતા બે લોકો સાથે એક વ્યક્તિ ની બોલાચાલી થઈ ગઈ આ વિવાદે ઘણુ મોટું રૂપ ધારણ કર્યું જેના પરિણામે તે વ્યક્તિ ને પોતાનો જીવ ખોઈ બેસ્વો પડ્યો.
આ ઘટના અંગેની વિગતો આ પ્રમાણે છે. મળતી માહિતી અનુસાર આ બનાવ રાજકોટ શહેર નો છે કે જ્યા ફરી એક વખત ખૂની ખેલ જોવા મળ્યો છે. અહીંના રાજકોટ અમદાવાદ હાઇવે ઉપર આવેલા સાત હનુમાન મંદિર પાસે આ ઘટના બની હતી.
આ વિસ્તાર માં રહેતા છગન ભરવાડ અને બે મુસ્લિમ વ્યક્તિઓ વચ્ચે થયેલી આ બોલચાલ એ એટલું મોટું રૂપ લીધું કે છગન ભરવાડ ને પોતાનો જીવ ગુમાવ્વો પડ્યો. જો વાત આ વિવાદ અંગે કરીએ તો જણાવી દઈએ કે મળતી માહિતી પ્રમાણે છગન ભરવાડ ના પરિવારમાં લગ્ન પ્રસંગ હતો. આ સમયે તેમના ઘર પાસે નોનવેજ વેચતા લોકો સાથે છગન ભરવાડ ની બોલાચાલી થઈ હતી.
આ બોલાચાલી જોત જોતા માં ઘણી ઉગ્ર બની ગઈ હતી જેના કારણે પાંચ જેટલા લોકો એ છગન ભરવાડ ઉપર હુમલો કર્યો. આ હુમલા ના કારણે છગન ભાઇને શરીર પર ઘણી જીવલેણ ઈજાઓ પહોંચી અને તેઓ ઘાયલ થયા. જે બાદ તેમને સારવાર માટે હોસ્પિટલ લઇ જવામાં આવ્યા હતા. ત્યાં પહોચ્તાજ ડૉક્ટરો દ્વારા છગન ભરવાડ ને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. આ ઘટના બાદ જ્યાં એક બાજુ ભરવાડ પરિવારમાં લગ્ન પ્રસંગનો માહોલ હોય ત્યાં બીજી તરફ યુવાનની હત્યા થતાં પરિવારમાં માતમ જોવા મળે છે.
