Gujarat

ગુગલ અને યુ ટ્યુબ પર સર્ચ કરી હત્યા કરવાનો પ્લાન બનાવ્યો અને પત્ની અને દિકરી ની હત્યા કરી

મહેંદી હત્યા કાંડ ફરી એક મોટો હત્યા કાંડ સામે આવ્યો છે જેમાં એક પિતા એ તેમની દિકરી અને પત્ની ની હત્યા કરી હોવાનુ સામે આવ્યુ હતુ આ ઘટના પણ વડોદરા મા જ બની હતી. વડોદરા શહેર ના વિસ્તારમાં સી-48, ચંદનપાર્ક સોસાયટીના સનસનીખેજ ડબલ ની ઘટના બની હતી શરુવાત મા આ ઘટના મા ખરેખર શુ બન્યુ તની માહીતી સામે નહોતી આવી પરંતુ બાદ મા ચોંકાવનારા ખુલાસા ઓ સામે આવ્યા હતા.

સમગ્ર ઘટનાની સિલસિલાબદ્ધ વિગતો આપતાં નાયબ પોલીસ કમિશનર ઝોન-4ના લખધીરસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે તેજસ પટેલ નામનો ના લગ્ન 2012 મા શોભનાબેન સાથે થયા હતા અને
અને તે 2016થી સી-48, ચંદન પાર્ક સોસાયટીમાં સસરાના મકાનમાં ચોથા માળે ઘરજમાઇ તરીકે રહેતો હતો. ગેંડા સર્કલ પાસે આવેલા ક્રોમા સ્ટોરમાં સેલ્સ એક્ઝિક્યુટિવ તરીકે તેજસ પટેલ નોકરી કરે છે.

તેજસ અને તેની પત્ની વચ્ચે અવાર નવાર ઝઘડા થતા હતા તેનુ મુખ્ય કારણ તેજસ ઘર જણાઈ તરીકે રહેતો હતો તેને ઘર જમાઈ તરીકે રહેવાનુ પસંદ નહોતુ પરંતુ મજબુરી ને કારણ રહેતો હતો. જ્યારે પતિ ના આડા સંબંધો ની જાણ પત્ની ને થતા રોજ ઝઘડા થવા લાગ્યા હતા. આથી તેણે માસ પહેલા જ નક્કી કરી લીધુ હતુ કે બન્ને નુ મોત નીપજાવશે આ માટે તેણે સોસિયલ સાઈટો નો સહારો લીધો અને હત્યા નો પ્લાન બનાવ્યો હતો.

જેમા તણે યુ ટ્યુબ પર સર્ચ કર્યુ હતુ.જે હત્યારાના મોબાઇલ ફોનમાંથી રેટ કિલર… જહર કોન કોન સા હૈ, મોત કૈસે હોતા હૈ….”હાઉ ટુ ગિવ ડેથ…રેટ કિલર વોટ ઇફેક્ટ ઓન મેન” પોઇઝન , ધ રેટ કિલર પોઇઝન..હાઉ ટુ કિલ અ મેન વિથ પિલો… વગરે સર્ચ માથી મળી આવતા સમગ્ર પર્દાફાશ થયો હતો.

આ ઘટના મા પોલીસે જીણવટભરી તપાસ હાથ ધરી હતી અને પરીવારજનો ની પુછપરછ કરી હતી જેમા તેજસ પટેલ ભાંગી પડ્યો હતો અને પત્ની શોભના તથા પુત્રી કાવ્યાની ગળું દબાવી હત્યા કર્યા બાદ ઉંદર મારવાની દવા પીવડાવી દીધી હોવાની કબૂલાત કરી લીધી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!