Gujarat

ઠંડી ની શરુઆત સાથે માવઠા ની આગાહી ! જાણો કયા અને કયારે…

હાલ મોસમ નું કઈ નક્કી જ નથી હોતું, ક્યાં મોસમ ના સીઝન માં કઈ મોસમ આવે છે, એ કહી જ નથી શકાતું. અને આપ સૌ લોકો જાણો છો, ગ્લોબલ વોર્મિગ નાં કારણે મોસમ વિખરાઈ ગયું છે, અને કુદરતી આફતો પણ તેના કારણે વધી ગઈ છે.

હાલ શિયાળો હજી શરુ જ થયો છે, ત્યાં ફરી એક વાર ગુજરાતમાં કમોસમી વરસાદ ની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા લેટેસ્ટ ન્યુઝ એ છે કે અરબી સમુદ્રમાં સાયક્લોનિક સર્ક્યુલેશન નાં કારણે વાતાવરણમાં બદલાવ આવશે, અને આગામી ૫ દિવસોમાં રાજ્યમાં સૌરાષ્ટ્ર દક્ષીણ ગુજરાત અને કચ્છ માં  છુટો છવાયો વરસાદ આવવાની શક્યતા છે.

તેવામાં હવામાન વિભાગે 7થી 10 નવેમ્બર સુધી રાજ્યમાં માવઠાની આગાહી કરી છે. અત્યારે અરબી સમુદ્રમાં લો પ્રેશર સર્જાયું છે, જેની અસર રાજ્યમાં જોવા મળશે. રાજ્યમાં દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં માવઠું પડે તેવી શક્યતા છે. જ્યારે લૉ પ્રેશરનના કારણે આગામી 2થી 3 દિવસ સુધી વાતાવરણમાં પલટો જોવા મળશે. જ્યારે અમદાવાદ શહેરમાં વાદળિયું વાતાવરણ સર્જાય તેવી પૂરતી શક્યતા રહેલી છે.

આ કમોસમી વરસાદ ની સીધી અસર માનવ જીવન પર પડે છે, આના કારણે રોગ ચાળો ફેલાય છે, અને રાજ્યના ખેડૂતો ને પણ ભારે નુકશાની થાય છે. હાલ આપ સૌ જાણો છો કે રોગ ચાળો ખુબજ ફાટી નીકળ્યો છે. ચિકનગુનિયા, ડેન્ગ્યું, વાયરલ ઇન્ફેકશન જેવી બીમારી નું પ્રમાણ આ કમોસમી મોસમ ના કારણે ખુબજ વધી ગયું છે. આવામાં આ કમોસમી વરસાદ બીમારી ને આમંત્રણ નોતરે તેવું લાગે છે.

કુદરત જાણે માનવોથી રૂઠી ગયો હોઈ તેવું લાગે છે, એક પછી એક મુસીબતો માનવ જીવન પર આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!