Gujarat

હવામાન ફરી બદલાયુ ! આગામી દિવસો મા વરસાદ ની આગાહી…. !

હાલમાં જ શિયાળો શરૂ થવાના આરે છે, ત્યારે હાલમ જ ફરી એક મહત્વની વાત સામે આવી છે.આ વર્ષે આપણે જાણીએ છે કે વરસાદ વરસ્યો ખરો પણ કમોસમી અને અનેક જગ્યા એ અતિ વરસાદ ને નુકસાન થયું છે, ત્યારે હાલમાં જ ફરી એકવાર માવઠાની આગાહી થઈ છે, ત્યારે ચાલો સંપૂર્ણ વાત જાણીએ કે, ઘટના પાછળ શું લેવા દેવા છે.સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે કે,હવામાન ફરી બદલાયુ ! આગામી દિવસો મા વરસાદ ની આગાહી કરવામાં આવેલ.

વરસાદ ફરી થવાની આગાહી છે. હાલમાં જઅનેક વિસ્તારોમાં વરસાદી ઝાપટાં પડ્યા હતા. હવામાન ખાતા જણાવ્યા મુજબ ભેજ અને ગરમીને કારણે લોકલ ફોર્મેશન બન્યું હતું અને જેની અસરના ભાગરૂપે વરસાદી ઝાપટાં પડ્યા હતા. પવનની દિશા બદલાઇ છે. જેની અસર જોવા મળી રહી છે. આ સાથે હવામાન વિભાગે આગાહી કરી છે કે, આગામી ત્રણેક દિવસ લઘુત્તમ તાપમાનમાં ઘટાડો થશે અને સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં માવઠાની શક્યતાઓ છે.

હાલમાં જ ચોમાસે વિદાઈ લીધી અને શિયાળો આગમન કરી રહ્યો છે. ત્યારે આગામી ત્રણેક દિવસમાં લઘુત્તમ તાપમાનમાં પણ બેથી ત્રણ ડિગ્રીનો ઘટાડો થઈ શકે છે. જેથી આગામી દિવસોમાં ઠંડીનો ચમકારો અનુભવાશે.હવામાન વિભાગ મુજબ સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, દ્વારકા, ભાવનગર, કચ્છ તથા ઉત્તર ગુજરાતમાં અરવલ્લી સહિતના વિસ્તારોમાં હળવો વરસાદ થવાની શક્યતા છે.

આ માવઠા નાં કારણે અનેક અસર પોહચશે! હવે જ્યારે શિયાળો નજીકતાના આરે છે, ત્યારે તમારા શરીરની ખાસ તકેદારી રાખવી જરૂરી છે. દિવાળીનાં તહેવારો નજીક છે, ત્યારે સૌરાષ્ટ્ર તેમજ અન્ય શહેરોમાં અસર પોહચશે. હવે જોવાનું રહ્યું કે આગાહી મુકબ વરસાદ કેવો થશે. ખરેખર આ સમાચાર સૌ ખેડૂત ભાઈઓ માટે ચોંકાવનાર છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!