આજથી શરુ થતી હજીરા ક્રૂઝ નો અંદરનો નજારો તમારુ મન મોહી લેશે ! જાણો શુ શુ મળશે અંદર
ગુજરાત અને ભારતમા હિંન્દુ ધર્મ ના સૌથી મોટા તહેવાર દિવાળી અને નવા વર્ષ ની ઉજવણી ધુમ ધામ થી ચાલી રહી છે ત્યારે લોકો પોતાના કામ અને વ્યવસાય માથી પણ મળેલ મીની વેકેશન ઉજવવા માટે ગુજરાત ના મુખ્ય અને ફરવા લાયક સ્થળો એ લોકો ઉમટી પડયા છે અને સાથે ગુજરાતી ની જનતા માટે આજ થી શરુ થતી ક્રુઝ સેવા નો લાભ લેવા માટે લોકો એ સારો એવો ઉત્સાહ દેખાડયો છે.
નવા વર્ષથી મુંબઇ મેડેન હજીરા-દીવ-હજીરાની ક્રૂઝ શરૂ કરી રહી છે. આ ક્રુઝ સેવા નો લાભ ખાસ કરી ને સુરતવાસીઓ લઈ રહ્યા છે. અને આ ક્રુઝ મા ખાસ સવાલતો ની વાત કરવામા આવે તો તમે ફુલ મજા માણી શકશો જેમા બિયર, વ્હિસ્કી, વાઇન અને વોડકા સહિતનું લીકર મળશે. એટલું જ નહીં, ક્રૂઝમાં કસિનો, નાઇટ ક્લબ, રેસ્ટોરન્ટ અને હોટલ જેવી પણ સુવિધા મળશે. મહત્વ ની વાત એ છે કે ડ્રાય સ્ટેટ તરીકે જાણીતુ આપણા ગુજરાત ના લોકો આવી સેવા લેવા માટે ગોવા જતા હોય છે ત્યારે હવે ક્રુઝ ની મજા લેવા ગુજરાતીઓ ને દુર જવાની જરુર નહી રહે.
આ માટે ક્રુઝના ટાઈમ ટેબલ ની વાત કરવામા આવે તો ક્રૂઝ આજે હજીરાથી 6:30 કલાકે ઉપડશે અને બીજા દિવસે એટલે કે છઠ્ઠી નવેમ્બરે 8:30 કલાકે દીવ પહોંચાડશે. જ્યાંથી સાતમી નવેમ્બરે 12:00 કલાકે ઉપડી મોડી રાતે આઠમી નવેમ્બરે હજીરા 2:00 કલાકે પહોંચાડશે. ક્રૂઝ 14 કલાકની મુસાફરી કરાવશે. ક્રૂઝ સુરતના હજીરા એસ્સાર પોર્ટથી ઉપડશે. એવી જ રીતે હજીરા-હાઇ સી-હજીરાની વાત કરીએ તો હજીરાથી રાતે 10:00 કલાકે ઉપડીને હાઇ સીમાં જશે અને બીજા દિવસે વહેલી સવારે 6:00 કલાકે ફરી હજીરા પહોંચાડશે. આ સાથે દીવ- હાઇ સી-દીવની દીવથી 9:00 કલાકે ઉપડીને હાઇ સીમાં જઇને બીજા દિવસે 6:00 કલાકે ફરી દીવ આવશે.
આ ઉપરાંત એક મહત્વ ની વાત એ છે કે ડ્રગ્સ જેવા ગેરકાયદેસર પદાર્થ લઇ જઈ શકાશે નહીં અને કોઇ પણ પકડાશે તો પછી ક્રૂઝની સિક્યુરિટી તેને પકડીને પોલીસને હવાલે કરશે. અને હથિયાર પર લઈ જવા પર પ્રતિબંધ છે.
અત્રે ઉલ્લેખનીય છે કે આગામી દિવસોમાં હજીરા પોર્ટ પર ક્રૂઝ, રો રો પેક્સ સહિતની જહાજોની લાંબી લાંબી લાઇનો જોવા મળશે. કારણ કે, કેન્દ્ર અને રાજ્ય સરકાર અગામી 10 વર્ષમાં હજીરાને મુખ્ય પોર્ટ બનાવશે એટલે કે સૌરાષ્ટ્રને સુરતથી મુંબઇ સાથે જોડશે. હજીરા-દીવ બાદ ગોવા, મુંબઇ, અલીબા હગ, ઓખા અને માંડવીની પણ ક્રૂઝ સેવા શરૂ થાય તો નવાઇ નહીં.