નવા વર્ષથી હજીરા-દિવ ક્રુઝ શરૂ થશે! મુસાફરોને વોડકા,બિયર,વાઇન મળશે, જાણીલો તેનું ટાઇમટેબલ અને ભાડું…
હાલમાં જ્યારે દીવાળીનો તહેવાર નજીક આવ્યો છે, ત્યારે સૌ કોઈ બહાર ફરવા અને મોજ મસ્તીનો પ્લાન બનાવી રહ્યા છે. ત્યારે ખરેખર હાલમાં ગુજરાતીઓ ફરવા માટે વધુ ઉત્સાહી રહે છે. એમા પણ દિવાળી અને નવા વર્ષને ધ્યાનમાં રાખીને ગુજરાત રાજ્ય સરકારએ પર્યટકોને સુખ સુવિધા આપવા માટેહજીરા-ઘોઘા રો રો પેક્સ શરૂ થયા બાદ 7 મહિના પછી મુંબઇ મેડેન 5 નવેમ્બરથી હજીરા-દીવ-હજીરાની ક્રૂઝ શરૂ કરી રહી છે.
ત્યારે ઘણા લોકોમાં ઉત્સાહ જોવા મળ્યો છે. ત્યારે ખરેખર મહત્વની વાત તો એ છે કે, આ શિપમાં સૌ કોઈ લોકોને બિયર, વ્હિસ્કી, વાઇન અને વોડકા સહિતના લિકર પણ મળશે. મહત્વની વાત એ છે કે, ભાડું પણ વ્યાજબી છે અને હા પહેલા કરતા પેટ્રોલ ડીઝલના ભાવ ન લીધે નહિવત વધારો જોવા મળ્યો છે પરંતુ હાલમાં તો પરિવારજનો માટે આ સમયગાળો સારો છે અહીંયા જવા માટે!
ખરેખર ખૂબ જ ઉત્સાહી થઈ ગયા છે કારણ કે, કૃઝમાં કસિનો, નાઇટ ક્લબ , રેસ્ટોરન્ટ અને હોટલ જેવી પણ સુવિધા હશે. સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે કે, મુંબઇ મેડેનના પ્રવક્તાના જણાવ્યા અનુસાર, 31 માર્ચ, 2020થી આ ક્રૂઝ શરૂ થઈ હતી પણ કોરોના લીધે બંધ થઈ ગઈ હતી. હા આ ક્રુઝમાં સુરત-દીવના VIP લોન્જના 3000, પ્રિમિયન સિંગલ-કેબિનના 5000 પ્રિમિયમ ડબલ કેબિનના 7000 છે. હજીરા-દીવ-હજીરાનું વિઆઇપી લોન્ચનું 6000, પ્રિમિયમ સિંગલનું 8500, ડબલનું 12,000 છે.
જો તમારે ફરવા જવાનું મન થતું હોય તો આ સમય નોંધી લેજો. આ શિપ હજીરાથી 18ઃ30 કલાકે ઉપડી છઠ્ઠીએ 8ઃ30 કલાકે દીવ પહોંચશે. 7મીએ 12ઃ00 કલાકે ઉપડી 8મીએ હજીરા 2ઃ00 કલાકે પહોંચાડશે. 14 કલાકની મુસાફરી હશે. ક્રૂઝ સુરતના હજીરા એસ્સાર પોર્ટથી ઉપડશે. હજીરા-હાઇ સી-હજીરા રાતે 22ઃ00 કલાકે ઉપડીને હાઇ સીમાં જશે અને બીજા દિવસે સવારે 6ઃ00 કલાકે પરત થશે. આ સાથે દીવ- હાઇ સી-દીવની દીવથી 21ઃ00 કલાકે ઉપડીને હાઇ સીમાં જઇને બીજા દિવસે 6ઃ00 કલાકે ફરી દીવ આવશે. જો તમે પણ ફરવા જવાનું વિચારી રહ્યા હોય તો લાહ્વો મુકશો નહીં.
ક્રુઝમાં દરેક સુવિધાઓ અને ડ્રિંક્સની સુવિધાઓ રાખી છે, પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે ખાસ સૂચનો આપવામાં આવ્યા છે કે, જો ડ્રગ્સ કોઈપણ વ્યક્તિ પાસેથી ઝપ્ત થશે તો તેને તાત્કાલિક પોલીસને હવાલે કરવામાં આવશે. આ પહેલા પણ હાલમાં જ ક્રુઝમાં થી આર્યન પકડાયો હતો એજ ક્રુઝમાં ડ્રગ્સ મળ્યો હતો. હવે આ ક્રુઝમાં બિયર, વાઇન અને વોડકાનું છુટ છે, ત્યારે પર્યટકોમાં ખુશીઓ જોવા મળી છે.