સુરત:માલધારી સમાજના અગ્રણીના પુત્ર ની જાન હેલિકોપ્ટર માં પહોંચી ! જોવા મળ્યો રજવાડી માહોલ…
હાલ લગ્ન ની સીઝન ચાલી રહી છે, તેમાં દરેક દંપતી ઓની ઈચ્છા એવી હોઈ છે, કે તે તેના લગ્ન ખુબજ ધામધૂમ થી ઉજવે અને તેના લગ્ન પ્રસંગ ને યાદગાર બને તેવું કંઇક ને કંઈક અલગ વિચારતા હોઈ છે, પોતાના આ ખુશીના અવસર ને યાદગાર બનાવવા માટે દરેક નવદંપતી કંઇક નવું કરવા ઇચ્છતા હોઈ છે, તેવા જ એક લગ્ન પ્રસંગ ની વાત કરીએ તો વરરાજા ની જાણ હેલિકોપ્ટર મારફતે લઇ જવામાં આવી હતી.
પ્રસંગ ની વાત કરીએ તો સુરત ખાતે રહેતા માલધારી સમાજના અગ્રણીના પુત્ર રાહુલ જોગરાણા ના લગ્ન ખુબજ શાહી મિજાજ સાથે કરવામાં આવ્યા હતા, અને તેના લગ્નની ચર્ચા તેના માલધારી સમાજમાં થઇ રહી છે. અને નવાઈ ની વાત તો એ છે કે તેની જાન હેલિકોપ્ટર મારફતે ખજોદ ગામે પહોંચી હતી.
વરરાજા પોતે હેલિકોપ્ટર મારફતે પહોંચ્યા અને એ હેલિકોપ્ટર ની નીચે જાનૈયા ઓ વરઘોડા માં નાચતા હતા, અને લગ્ન નો આનંદ લેતા હતા, આ જાનૈયા નો ઉત્સાહ અને આનંદ વધારવા માટે હેલિકોપ્ટર દ્વારા આ જાનૈયા લોકો પર પુષ્પ વર્ષા કરવામાં આવી હતી. આ કારણે ત્યાનો માહોલ ખુબ ખુશખુશાલ અને રજવાડી જેવો સર્જાય ગયો હતો.
વરરાજા નો અદભુત નજારો જોવા માટે ત્યાના સૌ લોકો એકઠા થઇ ગયા હતા, અને લોકોમાં ખુબ કુતુહલ સર્જાયું હતું. અને વરરાજા ની આવી અદભુત જાન જોતા લોકો આશ્ચર્ય માં મુકાય ગયા હતા, અને ખુશખુશાલ થઇ ગયા હતા. અને વરરાજા હેલિકોપ્ટર માંથી ઉતર્યા ની સાથે તેનું હર્ષોઉલ્લાસ થી સ્વાગત કરવામાં આવ્યું હતું.