Entertainment

એક સમયે બોલીવુડ મા દબદબો હતો આ હિરોઈન નો પણ આજે એવો સમય આવ્યો કે ઓળખવી મુશ્કેલ

ફિલ્મ જગત એ એક એવું મંચ છે, જ્યાં દરેક વ્યક્તિઓને સફળતા નથી મળતી નથી. આમ પણ કહેવાય છે ને કે, ક્યારેક ન વિચાર્યું હોય એવી ઘટના બનતી હોય છે. જે કલાકારે જીવનમાં સફળતા મેળવી હોય, એજ કલાકાર જીવનમાં ખૂબ ખરાબ પરિસ્થિતિમાં સર્જાય જાય છે. આજે આપણે એક એવી અભિનેત્રી વિશે વાત કરીશું જેને એક સમયે બોલીવુડ મા દબદબો હતો.આ હિરોઈન નો પણ આજે એવો સમય આવ્યો કે ઓળખવી મુશ્કેલ છે.

ચાલો અમે આપને આ અભિનેત્રી વિશે સંપુર્ણ વાત જણાવીશું.
બોલિવૂડના પીઢ અભિનેતા અમિતાભ બચ્ચનની ફિલ્મ ‘હમ’નું જુમ્મા ચુમ્મા ગીત તમને યાદ જ હશે. આ ગીત આજે પણ દરેકની જીભ પર છે અને લોકો આજે પણ તેના પર ડાન્સ કરતા જોવા મળે છે. આ ગીત પર બધાને ડાન્સ કરાવનારી અભિનેત્રી કિમી કાટકરે એક સમયે લાખો લોકોના દિલ પર રાજ કર્યું હતું. કિમી કાટકરે આ ગીત દ્વારા બોલિવૂડમાં લોકપ્રિયતા મેળવી હતી. ત્યારબાદ તેણે ઘણી ફિલ્મોમાં કામ કર્યું હતું. અભિનયની દુનિયાને અલવિદા કહી દીધું અને વિદેશમાં સ્થાયી થઈ ગઈ.

ફિલ્મી દુનિયામાંથી અચાનક ગાયબ થઈ ગયા બાદ તે ઘણા દિવસો સુધી ચર્ચામાં હતી, પરંતુ બાદમાં ખબર પડી કે તેણે લગ્ન કરી લીધા છે અને તે પોતાના અંગત જીવનમાં વ્યસ્ત થઈ ગઈ છે. હાલમાં જ કિમી કાટકરની કેટલીક તસવીરો સામે આવી છે જેમાં તેને ઓળખવી મુશ્કેલ બની રહી છે. આ તસવીરોમાં જોઈ શકાય છે.વિશ્વાસ નથી થતો કે આ એ જ અભિનેત્રી છે જે એક સમયે યુવાનોના દિલ પર રાજ કરતી હતી.

તમને જણાવી દઈએ કે, કિમી કાટકરે માત્ર 20 વર્ષની ઉંમરે એક્ટિંગની દુનિયામાં પગ મૂક્યો હતો અને તેણે ગોવિંદા, મિથુન ચક્રવર્તી, અમિતાભ બચ્ચન, સંજય દત્ત જેવા ઘણા સુપરસ્ટાર્સ સાથે કામ કર્યું હતું. 11 ડિસેમ્બર, 1965ના રોજ મુંબઈમાં જન્મેલી કિમી કાટકરે પોતાના કરિયરની શરૂઆત ફિલ્મ ‘પથ્થર દિલ’થી કરી હતી. જોકે આ ફિલ્મથી તેને કોઈ ખાસ ઓળખ મળી ન હતી.આ પછી તે ‘એડવેન્ચર્સ ઓફ ટારઝન’માં જોવા મળી હતી. આ ફિલ્મમાં કિમીએ ખૂબ જ બોલ્ડ સીન્સ આપ્યા હતા, જેના કારણે તે રાતોરાત લાઈમલાઈટમાં આવી ગઈ હતી અને ત્યારબાદ તે ટારઝન ગર્લ અને સેક્સી ગર્લ તરીકે જાણીતી થઈ હતી.

વર્ષ 1992માં ફિલ્મ ‘જુલ્મ કી હુકુમત’માં નજર આવ્યા બાદ કિમી અચાનક જ ફિલ્મ ઈન્ડસ્ટ્રીથી દૂર થઈ ગઈ હતી. આ પછી, સમાચાર આવ્યા કે કિમી કાટકરે પૂણેના એડ ફિલ્મ નિર્માતા શાંતનુ શૌરી સાથે લગ્ન કર્યા અને ઓસ્ટ્રેલિયાના મેલબોર્નમાં સ્થાયી થયા.ઘણા વર્ષો વિતાવ્યા બાદ કિમી કટીંગ કરીને ફરી એકવાર ભારત પરત ફર્યા અને તે તેના પુત્ર સિદ્ધાર્થ અને પતિ શાંતનુ સાથે પુણેમાં રહે છે. કિમી કાટકરે ઇન્ડસ્ટ્રી છોડવા પાછળનું કારણ અભિનેત્રીઓ સાથેનું શોષણ હોવાનું કહેવાય છે. લગભગ 45 ફિલ્મોમાં કામ કર્યું છે. માં કામ કર્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!