IndiaReligious

શું દીકરીના લગ્ન પિતામાટે ખરેખર ભાર છે? આ વીડીયોમાં દહેજની કુપ્રથા જોવા મળશે કે જ્યાં પિતાએ લાખો રૂપિયાની દહેજ આપી અને…

મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે લગ્ન દરેક વ્યક્તિ માટે ઘણા મહત્વના હોઈ છે કોઈ પણ ધર્મ હોઈ પરંતુ લગ્નના સંબંધને ઘણું પવિત્ર માનવામાં આવે છે અને તેને ઘણુંજ મહત્વ નું માનવામાં આવે છે પરંતુ હલમાં ઘણા લોકો દ્વારા આ પવિત્ર સંબંધને વેપારનું સાધન બનાવી દેવામાં આવ્યું છે કે જ્યાં વર પક્ષ દીકારની સાથે ઘણી મોટું દહેજ પણ માંગે છે.

આપણે સૌ જાણીએ છીએ કે હાલમાં આપણા સમાજ માં દહેજ નામની કુપ્રથા ઘણી ઊંડે સુધી પહોચી ગઈ છે. આ દહેજના ચક્કરમાં ઘણી મહિલાઓ ઘરેલું હિંસાનો શિકાર બને છે જ્યાં મહિલાને પિતા તરફથી ઓછુ દહેજ મળતા ઘણી વખત શારીરિક અને માનસિક પીડાનો પણ સામનો કરવો પડે છે જો કે ઘણા એવા પણ બનાવો છે કે જેમાં પિતા પોતાની આખી જીવન મૂડી કન્યાના લગ્નમાં લગાવી દે છે અને પોતાની પાસે કઈ પણ રહેતું નથી. ખરેખર દેહેજ નામની આ કુપ્રથા સમાજને ઘણું નુકસાન પહોચાડે છે,

તેવામાં હાલમાં સોસ્યલ મીડયા પર બે એવા વીડિઓ વ્યરલ થતા જોવા મળે છે કે જેમાં દહેજને લઈને આવીજ કુપ્રથા જોવા મળે છે. વિદેઓમાં એક પિતા જોરજોરથી દહેજમાં આપેલી વસ્તુઓ અંગે જણાવતા જોવા મળે છે. જો વાત વાયરલ થતા વીડિઓ અંગે કરીએ તો પહેલો વીડિઓ ઉતર પ્રદેશના શામલીના કુરેશી સમાજનો હોવાનું માનવામાં આવી રહ્યું છે. આ વીડિઓ અહીના પોલીસ ભવનની પાછળ નો માનવામાં આવી રહ્યો છે કે જ્યાં એક યુવક જોર જોરથી દહેજમાં આપેલી વસ્તુઓ અંગે જણાવતા કહે છે કે ૨૦ લાખ ૫૧ હજાર ઉપરાંત ૪૦ સોનાની વસ્તુઓ.

આ સાથે ૩૦ ચાંદીની વસ્તુઓ અને બીજા ને ૨૧ લાખ રૂપિયા અને ૧૧ સોનાની વસ્તુઓ ઉપરાંત એક ગાડી પણ આપવામાં આવે છે. લોકોના જણાવ્યા અનુસાર ઘરેણા અને રોકડ થઈને કુલ ૫૧ લાખ અને ગાડીની ગણતરી કરતા કુલ ૬૫ લાખનો દહેજ કન્યા પક્ષ તરફથી વરપક્ષને આપવામાં આવ્યો છે.

જયારે વાત બીજા વીડિઓ અંગે કરીએ તો આ વીડિઓ કોરાનાના એક વિસ્તારના મોહલ્લા છઠીયાનીનો છે. કે જ્યા કન્યા પક્ષ દ્વારા લગ્ન અગાઉ વરના માથા પર હાથ મુકવાનો રીવાજ છે અને અહી તે વ્યક્તિને માથે હાથ મુક્વા માટે પાંચ લાખ રૂપિયા આપવામાં આવ્યા છે. જણાવી દઈએ કે મળતી માહિતી અનુસાર આ ઘટના કોઈ જૂની નથી પરંતુ આશરે ૮ થી ૧૦ દિવસ પહેલાની જ છે. વીડિઓ જોઇને લાગે છે કે પિતાને દીકરીને પરણાવવા માટે ઘણો ખર્ચો કરવો પડી રહ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!