હિંમતનગર મા રજવાડી ઠાઠ સાથે નીકળ્યો શાનદાર વરઘોડો ! બાજીરાવ જેવો પહેરવેશ અને ભવ્ય લગ્ન જોવા ગામ લોકો ઉમટી પડ્યા…
હાલમાં ગુજરાતમાં ચોરેતરફ લગ્નનો માહોલ વર્તાય રહ્યો છે, ત્યારે હિંમતનગરમાં ખૂબ જ શાનદાર અને ભવ્ય લગ્ન સમારોહ યોજાયો હતો, જે હાલમાં ખૂબ જ ચર્ચાનો વિષય બન્યો છે. કહેવાય છે ને કે, લગ્નમો પ્રસંગ ખૂબ જ અનેરો હોય છે અને તેને યાદગાર બનાવવા ખાસ તૈયારીઓ કરવામાં આવતી હોય છે. લગ્નની કંકોત્રી થી લઈને જાન સુધીની તમામ પળોને અનોખી બનાવે છે. હિંમત નગરની ગલીઓમાંથી નીકળેલ વરઘોડો હાલમાં ખૂબ જ ચર્ચાનો વિષય બન્યો છે કારણ કે ભાગ્યે જ કોઈ વરરાજાનો વરઘોડો શહેરમાંથી આટલી ભવ્ય રીતે પસાર થયો હતો.
હિમતમગરનાં રહેવાસી આદિત્ય પંકજભાઈ વાઘેલાના લગ્ન 21-4-2022 ના યોજાયા હતા જેને ખૂબ જ અનોખી રીતે વરઘોડો કાઢ્યો હતો. અત્યાર સુધી તમે અનેક વરઘોડા જોયા હશે પરતું આદિત્યએ બાજીરાવની થીમ આધારિત પોતાનો વરઘોડો કાઢ્યો હતો. આદિત્યએ બાજીરાવ મલ્હાર જેવી જ શેરવાની અને પાઘ પહેરી અને હાથમાં તલવાર રાખી હતી. તેમજ સૌથી વધારે આકર્ષકનું કેન્દ્ર બન્યું હતું શાહી હાથી! આ વરઘોડામાં રજવાડી બગી, ઊંટ,ઘોડા,અને ફુલોથી સજાયેલી ગાડી ઓ અને વાઘેલા પરીવાર અને મહેમાનો રજવાડી ઠાઠ સાથે નીકળ્યા હતા જાણે મહારાજની સવારી નીકળી હોય.
સીવીલ સર્કલ રુષીનગર(વાલ્મીકી વાસ) હિમતનગર થી નીકળી ઈડર ગામે જાન પહોંચી હતી. વરરાજાએ લગ્નમાં માંડવે જાજરમાન રીતે એન્ટ્રી કરી હતી. યુવાને પોતાના લગ્નને ખૂબ જ શાનદાર બનાવેલ. આદિત્ય વાઘેલા ત્યારે ચર્ચામાં આવેલ જ્યારે તેને પોતાના લગ્નનું પ્રિવેડિંગ ફોટોશૂટ ભગવાન મહાદેવામાં મંદિરમાં કરાવ્યું હતું. પરિવારના સભ્યો પાસેથી જાણવા મળ્યું છે કે,આદિત્ય પંકજભાઈ વાઘેલા એનાનપણ થી સાધુ સંતો ના ચરણો મોટો થયો છે.
આજ કારણે તેમને ભગવાનની ભક્તી અને સાધુ સંતો સાથે વધુ પ્રતી હતી અને તે શિવ ભક્ત તરીકે ઓળખાતો. તેને સંસાર સાથેની મોહ માયાને છોડી દીધી હતી અને તે લગ્ન કરવાની પણ ના જ પાડતો હતો પરંતુ આખરે તેમના ગુરુ એ કહ્યું કે, સંસારમાં રહીને પણ ભક્તી તો થાય છે. તું ધામધૂમથી તારા લગ્ન કર અને સંસારમાં રહીને અતૂટ ભકતી કરજે.
આખરે ગુરુમી આજ્ઞાનું પાલન કરીને તેને લગ્ન કર્યા.લગ્ન પહેલા પ્રિ વેડિંગ પણ ભગવાન ભોળાનાથના સાનિધ્યમાં કરાવ્યું અને પોતાના લગ્ન પણ બાજીરાવ થીમ પર કરીને ખૂબ જ યાદગાર બનાવી દીધા. આદિત્યએ વૈશાલી સાથે પ્રભુતામાં પગલાં માળીને પોતાના લગ્ન જીવનની શરૂઆત કરી છે. ખરેખર આદિત્ય જેવા લગ્ન કર્યા એવા હિંમતનગરમાં કોઈ યુવાને નહીં કર્યા હોય!