હિમેશ રેશમિયા પરિવાર સાથે પધાર્યા કષ્ટભંજન દેવના દર્શન કરવા! સ્વામીજીએ આવી રીતે કર્યું સ્વાગત…
આપણે સૌ કોઈ જાણીએ છે જે, સાંળગપુર ધામ લાખો ભાવિ ભક્તોની આસ્થાનું કેન્દ્ર સમાન છે. ત્યારે આવા પવિત્ર ધામની મુલાકાતે અનેક કલાકારો અને પ્રખ્યાત વ્યક્તિઓ આવતા હોય છે, ત્યારે હાલમાં જ મૂળ ગુજરાતી અને બૉલીવુડનાં લોકપ્રિય સિંગર હિમેશ રેશમિયા આજ રોજ કષ્ટભંજન દેવના દર્શન કરવા પધાર્યા હતા. ત્યારે સ્વામીજી એ તેમનું ભાવભર્યું સ્વાગત કરેલ. ચાલો અમેં આપને સંપૂર્ણ ઘટના વિશે જણાવીએ કે,કંઈ રીતે હિમેશરેશમિયાનું સ્વાગત કરવામાં આવેલ.

પ્રખ્યાત સિંગર એવા હિમેશ રેશમિયા પોતાના પરિવાર સાથે સૌપ્રથમ વખત સાળંગપુર મંદિરે હનુમાનજીના દર્શનાથે આવી પહોંચ્યા હતા.દાદાના દર્શન કર્યા બાદ પરમ પૂજ્ય હરિપ્રકાશદાસજી સ્વામી એવમ પરમ પૂજ્ય વિવેકસાગર દાસજી સ્વામી સાથે સાથે પરમ પૂજ્ય 108 લાલજી મહારાજની પણ મુલાકાત કરી અને ભોજન ગ્રહણ કરી દાદાના દર્શન એવમ સંતો સાથે સત્સંગ કરી ધન્યતા અનુભવી હતી. સ્વામીજીએ હિમેશને હનુમાનજીની પ્રતિમા ભેટમાં આપેલ.

મંદિરમાં હાજર અન્ય લોકોએ પણ પોતાના મનગમતા કલાકારને નજીકથી નિહાળવાની તક ઝડપી લીધી હતી. ખરેખર હિમેશ રેશમિયાને નિહાળીને શ્રધ્ધાળુઓ પણ હર્ષની લાગણી અનુભવી હતી. હિમેશ રેશમિયાં એ સંગીત નિર્દેશક તરીકે 2003માં ફિલ્મ ‘તેરે નામ’થી તેમને પ્રથમ સફળતા મળી હતી, ત્યાર બાદ રજૂ થયેલી ‘આશિક બનાયા આપને’ ફિલ્મથી તેમને ગાયક તરીકે સફળતા મળી હતી. તેમના ગીતો જેવાં કે, ‘તેરા સુરૂર’, ‘ઝરા ઝૂમ ઝૂમ’ અને ‘તનહાઇયાં’ ખૂબ જ લોકપ્રિય થયા છે.

આ પછી તેમણે અભિનયની શરૂઆત કરી અને અભિનેતા તરીકેની પ્રથમ ફિલ્મ ‘આપ કા સુરૂર – ધ રિઅલ લવ સ્ટોરી’ સફળ થઈ હતી.હાલમાં પણ તેઓ સંગીત ક્ષેત્રમાં કાર્યરત છે.

ત્યારે આજ રોજ ગુજરાતમાં આવીને દર્શન થકી ધન્યતા અનુભવી હતી. આસ્થાનું એક માત્ર ધામ એટલે સાંળગપુરનું પરમ ધામ. આ ધામની મુલાકાતે અનેક લોકપ્રિય કલાકારો આવે છે. ત્યારે હાલમાં હિમેશ ની તસ્વીરો ખૂબ જ વાયરલ થઈ રહી છે.
બોલીવુડના પ્રખ્યાત ડિરેક્ટર, મ્યુઝિક ડિરેક્ટર ગીતકાર, સંગીતકાર અને પ્રખ્યાત સિંગર એવા હિમેશ રેશમિયા આજે વિશ્વ વિખ્યાત શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર સાળંગપુર ધામ ખાતે પોતાના પરિવાર સાથે દર્શને પધાર્યા #spirituality #hinduism #gujarati #reels #salangpur #HimeshReshammiya pic.twitter.com/bXi3oBRphU
— hariprakash swami (@hariprakashdas) March 16, 2022
