હિંમતનગરના આ યુવાનની શિવ ભક્તિ વિશે જાણીને શિવમાં લીન થઈ જશો! શ્રાવણ માસમાં કરે છે સેવા દ્વારા અનોખી આરાધના..
હાલમાં શ્રાવણ માસ ચાલી રહ્યો છે, ત્યારે આજે અમે આપને એક એવા યુવાન વિશે જણાવીશું, જેની શિવ ભક્તિ વિશે જાણીને તમે પણ શીવ ભક્તિના રંગે રંગાઈ જશો. આ યુવાનનું નામ છે આદિત્ય વાઘેલા જે હિંમતનગરનો રહેવાસી છે. આ યુવાન ત્યારે ચર્ચામાં આવ્યો હતો, જ્યારે તેને પોતાના પ્રિવેડિંગ ફોટો શૂટ ભોળાનાથના મંદિરમાં કરાવેલ. ચાલો ત્યારે આ શ્રાવણ માસમાં આદિત્યની શિવ ભક્તિ વિશે જાણીએ.
આદિત્ય બાળપણથી શિવ ના ઉપાસક છે.અને સેવાભાવી છે..તેમને ૧૬ સોમવાર,ભાખરીયો સોમવાર,સાકરીયા સોમવાર જેવા કેટલાયે વ્રત કર્યા છે અને તે ૯ વષઁથી શિવ પ્રિય શ્રાવણ માસના ઉપવાસ કરે છે.આ દસમું વષઁ છે.તેઓ શ્રાવણ મહિનામાં છેલ્લા ૫(પાંચ) વષઁથી સવારે પ્રાત:કાળે સૂયોઁદય પહેલા સ્નાન કરી ચાલતા શિવાલય માં પુજા કરવા નીકળી જાય છે.આખો મહિનો ઉપવાસ કરે છે સાંજે ગાય ને રોટલી ખવડાવી એક ટાણું કરે છે.અને દિવસ દરમિયાન પ્રવાહી લે છે.
શ્રાવણ માસ દરમિયાન તેઓ બાલ,દાઢી,નખ નથી કાપતાં અને સાથે પગમાં ચંમ્પલ પણ નથી પહેરતા અને સુવાનું પણ નીચે પસંદ કરે છે.અને ભ્રમચારી નુ પાલન કરે છે. બને તેટલી સેવા કરે છે.અને ભગવાન શિવ ને રીજાવવા અલગ-અલગ રીતે પુજા કરે છે.કોઈ વાર 1111 બિલી ચઢાવે તો કોઈ વાર 108 કમલ આ રીતે અલગ રીતે પુજા અને શૄંગાર કરે છે.શ્રાવણ માસ દરમિયાન પક્ષીઓને ચણ,ગાયોને ઘાસ ના પુડા,મંદબુધ્ધિ ને કપડા ભિક્ષુક અને ભુખ્યા ને ફ્રુટ તથા બિસ્કીટ વેચે છે.
શ્રાવણ માસ ની છેલ્લી અમાસે શ્રાવણ માસ નું ઉજવણું કરે છે.દીકરીઓ ને ભોજન કરાવે અને ફુલ નઈ ને ફુલની પાંખડી સેવા કરે છે આદિત્યનું એક સપનું છે.ભગવાન શિવના 12 જ્યોતરલિંગ દશઁન કરવા અને ભગવાન શિવ જ્યા બિરાજે છે.એવા શિવ પવૅત(સજીવ પવઁત)એવા કૈલાસ માનસરોવર ના દશૅન કરવા. આદિત્ય અત્યાર સુધી.૫ જ્યોતીલિંગ દશઁન કરી ચુક્યા છે.
સાથે 2016 માં 19વષૅની ઉંમરે બાબા અમરનાથ યાત્રા અને 2019 માં બાબા કેદારનાથ યાત્રા કરી ચુક્યા છે. આદિત્ય સાથે તેમની સાથે ફળીયા ના છોકરા તથા યુવાનો ને તેમની સાથે ભક્તિ તથા સેવાના માગૅમા લગાયા છે.અને છેલ્લા ત્રણ વષઁથી અંબાજી જતા પગપાળા યાત્રીઓની સેવા કરે છે.