હિના મ-ર્ડર કેસમાં વળાંક, સચિનના પિતા નહીં ઉઠાવે શિવાંશની જવાબદારી
આપણે સૌ કોઈ જાણીએ છે કે, ગુજરાત આખું દ્રવી ઉઠ્યું હતું જ્યારે શિવાશ મંદિરના ગૌશાળામાંથી મળ્યો હતો.ત્યારે તમને જાણીની નવાઈ લાગશે કે હાલમાં જ એક મહત્વની વાત જાણવા મળ્યું છે કે, બાળકની જવાબદારી કોણ ઉઠાવશે? અમે આપને જણાવીશું આખરે શું બનાવ બન્યો છે. ચાલો ત્યારે આ તમામ ઘટનાઓ જણાવીએ! ખરેખર આ ઘટના કોઈ સામન્ય વાત નથી.
આ તમામ ઘટનાની જાણ થતાં આખરે રહસ્યનો ઉકેલ આવ્યો હતો જેના વિશે આપણે સૌ કોઈ જાણીએ છીએ કે કંઈ રીતે સચિન મહેંદીની હત્યા કરી હતી. આ ઘટનાને લીધે પરિવારમાં વિખેરાઈ ગયો અને દીકરો નોંધારો થઈ ગયો છે. ત્યારે હાલમાં જ ચોંકાવી દેનાર વાત સામે આવી છે. સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે કે,સચિન દિક્ષીતના પિતાએ શિવાંશનો કબજો લેવા ઇનકાર કર્યો છે. હાલ આ શિવાંશ નામના બાળકને અમદાવાદના ઓઢવ વિસ્તારમાં આવેલા બાળ સંરક્ષણ ગૃહમાં રાખવામાં આવ્યુ છે
શિવાંશ પોલીસને મળ્યો હતો ત્યારે જ શિવાંશને દત્તક લેવા માટે લોકોની લાઈન લાગી હતી. પહેલા દિવસે 150 જેટલા લોકોએ શિવાંશને દત્તક લેવાની તૈયારી દર્શાવી હતી. ત્યારબાદ શિવાંશ પિતાની ઓળખ અને આંખો હત્યાકાંડનો સામે આવ્યો. હવે શિવાંશના ભવિષ્યને શું ? આ હત્યામાં એક બાળકની જિંદગી હોમાઈ ગઈ ખરેખર પહેલો અધિકાર પિતાનો હોય પણ એજ સ્વીકારવા તૈયાર નથી.
શિવાંશની જવાબદારી ઉઠાવવાનો પહેલો હક સચિનના પિતા નંદકિશોર દીક્ષિતનો થાય છે પરંતુ નંદકિશોર દીક્ષિતે શિવાંશને અપનાવવાની મનાઈ કરી હતી. તેથી હવે શિવાંશ અનાથ જેવું જીવન જીવવા મજબૂર બન્યો છે. હાલ તો બાળ સંરક્ષણ ગૃહમાં શિવાંશની દેખરેખ સરકાર દ્વારા કરવામાં આવી રહી છે. પણ પિતાના પાપે દીકરો અનાજ જેવું જીવવા મજબૂર બન્યો છે. ખરેખર હવે જોવાનું રહ્યું આ બાળકનું કોણ થશે!