હિન્દૂ અને મુસ્લિમની અતૂટ મિત્રતા! આશિષ ની ખબર કાઢવા જતા એક્સિડન્ટમાં મિત્ર અકબરની આશિષનાં માતા-પત્ની-દીકરીએ જીવ ગુમાવ્યો!
મિત્રતા ક્યારેય સંબંધ નથી જોતી. તેનું ઉત્તમ ઉદાહરણ છે
અકબરભાઈ અને આશિષ! આ મિત્રતા અંગે અમે આપને જણાવીએ. આ ઘટના અંગે જાણીને તમે પણ ગર્વ અનુભવશો. વાત જાણે એમ છે કે, આશિષના એક્સિડેન્ટના સમાચાર મળ્યા એટલે મમ્મીએ તરત અકબરભાઈને ફોન કર્યો અને તાત્કાલિક તેઓ ખબર કાઢવા પહોંચ્યા. એક ફોન કર્યો એટલે અકબરભાઈ તરત હાજર થઈ ગયા.
આ ઘટના અંગે જાણીએ તો એક્સપ્રેસ હાઈવે પર એક્સિડેન્ટ થયો જેમાં અકબરભાઈ, મારા મમ્મી, આશિષના વાઈફ અને તેની 3 વર્ષની દિકરી જેનીનું મૃત્યુ થયું. આ ઘટનામાં હદયસ્પર્શી વાત એ છે કે, આશિષ અને અકબરભાઈ ખરેખર દો જિસ્મ એક જાન જેવા હતા..” આશિષે આ અકસ્માતમાં પોતાનો પરિવાર ગુમાવી દીધો.
આશિષ ઘરેથી નિકળે એટલે સીધો અકબરભાઈના ઘેર જાય ને અકબરભાઈ ઘરમાંથી નિકળે એટલે તેમના ઘરે પણ બધાને ખબર હોય કે આ આશિષને ત્યાં જ હશે. આશિષને શોધવા માટે કોઈ આવે તો એવું કહેતું કે તે અકબર સાથે બેઠો હશે. બંને વચ્ચે અપાર મિત્રતા હતી. બંને ગમેતેટલું ઝઘડે પણ બીજા દિવસે સવારે એકબીજા સાથે વાત ન કરે તો કોઈને ચાલતું નહોતું. અકબરભાઈ મારી મમ્મીને પણ ખૂબ માનતા હતા અને સગી માતા જેવું સન્માન તેમનું કરતા હતા.”
, અકબરભાઈ અહીંથી નિકળ્યા હતા તો તેમનો રસ્તામાં અકસ્માત થયો છે ને તેમને સિવિલ લઈ જવાયા છે તો તમે ત્યાં પહોંચો. મને ફાળ પડી કારણ કે મારા મમ્મી, મારા ભાઈ આશિષની પત્ની ને 3 વર્ષની દિકરી અકબરભાઈની સાથે જ તો નિકળ્યા હતા. નડિયાદ સિવિલ હોસ્પિટલમાં ગયો તો મેં બધાના બોડી મારી નજર સામે જોયા.
આશિષ અને અકબરભાઈની મિત્રતામાં ધર્મના સીમાડાઓને સ્થાન જ નહોતું. બંનેના પરિવારો પણ પ્રેમથી એકબીજા સાથે રહેતાં હતાં. દિવાળીમાં આશિષના ઘરે ઘૂઘરા ખાવા માટે અકબરનો પરિવાર જતો અને ઈદ પર અકબરના ઘરે સેવૈયા ખાવા આશિષનો પરિવાર જતો હતો. પરંતુ આ અકસ્માતે બધું બદલી નાંખ્યું. આશિષે તેનો પરિવાર ગુમાવ્યો ને અકબર તેની પત્ની અને બાળકોને અનાથ મુકીને મૃત્યુ પામ્યો.
આશિષના અકસ્માતની જાણ થતાં માતા જયશ્રીબેને તુરત જ અકબરને ફોન કર્યો અને કહ્યું કે, આપણે આશિષ પાસે જવાનું છે અને સાગરને મોડું થશે તો તું તરત આવી જા. અકબર ક્યારેય જયશ્રીબેનની વાત ટાળે નહીં કારણ કે તેના માટે તે માતાથી પણ વધુ હતા. તેણ તરત કાર લઈને આવ્યો ને જયશ્રીબેન તથા આશિષની પત્ની અને બાળકીને લઈને સાંજે 5:30 વાગે એક્સપ્રેસ હાઈવેથી વડોદરા તરફ જવા રવાના થયા હતા. પરંતુ તેમને ક્યાં ખબર હતી કે તેઓ નડિયાદ પણ નહીં પહોંચી શકે અને રસ્તામાં જ ગમખ્વાર અકસ્માતમાં બધાનું પ્રાણપંખેરુ ઉડી જશે.
આશિષ અને અકબર વચ્ચે દો જીસ્મ એક જાન જેવી મિત્રતા હતી. જેને કોઈ મિસાલરુપ કહી શકાય. આશિષ અને અકબરને એકબીજા વગર ચાલે જ નહીં. આશિષ અને અકબર બંને જ્યાં પણ જાય ત્યાં સાથે જ જતા હતા. તેઓ સાથે ઉજ્જૈન મંદિરમાં દર્શન કરવા પણ જતા અને ત્યાં ફર્યા પણ હતા. બંને સાથે મુસ્લિમ ધર્મસ્થળે પણ જતા હતા.
બંને એકબીજાને કોઈ પણ વાત છુપાવતા નહોતા, નાનપણની મિત્રતા આજે પણ એટલી જ મજબૂત હતી. આજે મારા ભાઈ આશિષના પરિવારના ત્રણ સભ્યોના અકસ્માતમાં મોત થયા છે. જ્યારે અકબરના મોત થવાથી તેના પરિવારમાં પત્ની અને બાળકો સહિત ત્રણ લોકો નોંધારા બન્યા છે.