હિન્દુ-મુસ્લિમ યુગલના લગ્નનો કરુણ અંજામ: ચાર વર્ષની દિકરીની નજર સામે જ પત્ની ને ચપ્પુ….
પતી અને પત્ની વચ્ચેનાં સંબંધોમાં ક્યારે અણબનાવ આવી જાય છે, આ વાત કોઈ નથી જાણતું. આજે અમે આપને એક એવી ચોંકાવનારી વાત વિશે જણાવીશું, જેના વિશે સાંભળીને તમારું હ્દય કંપી ઉઠશે. માત્ર નજીવા કારણ નાં લીધે પતિએ પોતાની ચાર વર્ષની દીકરીની સામે જ પોતાની પત્નીને ચાકુના ઘા મારીને હત્યા કરી નાંખી. આ ઘટના સાંભળતા આટલી ચોંકાવનારી છે તો આ ઘટના વિશે સંપૂર્ણ વિગત જાણશો ત્યારે તમારી આંખમાંથી આંસુઓ વહી જશે.
હાલમાં જ સૂત્ર દ્વારા મળેલ માહિતી મુજબ જાણવા મળ્યું છે કે, નવસારીના વિજલપોર ખાતે રહેતા યુવકે 2 વર્ષથી બીલીમોરા ખાતે પિયરમાં રહેતી પત્ની ગુસ્સો હોવાથી ચાર વર્ષીય દીકરીની સામે જ મારી નાખી. મહત્વની વાત એ છે કે, અલગ અલગ ધર્મના હોવા છતાં એકબીજા સાથે જીવન વિતાવનાર આ દંપતીનું જીવન ક્યારે આવું બની ગયું ખબર જ પડી.સૂત્ર દ્વારા જાણવા મળ્યું હતું કે, 42 વર્ષીય વહીદા સૈયદ બીલીમોરાના બાંગયા ફળિયાનાં રહેવાસીના પરિવારમાં તેમને ચાર દિકરીઓ છે. સૌથી મોટી દીકરી મોનાઝના સંદીપ આહિરે સાથે પ્રેમ લગ્ન કરેલ અને બ્યુટીપાર્લરનું કામ કરતી મોનાઝ દુબઈ ગઈ હતી. જેમાં તેણે 3 મહિના બાદ પોતાના પતિ સંદીપને પણ બોલાવીને સેટલ કરવાનો નિર્ણય કર્યો હતો.
પરંતુ થોડા દિવસોમાં યુવતીને ગર્ભ રહેતા તે ફરીવાર બીલીમોરા પાછી ફરી હતી અને પછી સંદીપ પણ ત્યાં જ નોકરી કરતો હતો.સંદીપ જાન્યુઆરીના અંતિમ અઠવાડિયામાં ભારત આવ્યો ત્યારે તેને મોનાઝને પોતાના ઘર વિજલપુર આવા દબાણ ઊભું કર્યું હતું. પતિ-પત્ની વચ્ચે ખટરાગ ઉભો થતાં બંને તરફથી છૂટાછેડા માટેની પ્રક્રિયા પણ શરૂ થઇ હતી.સંદીપ મોનાઝ અને દીકરી સોહાને ફરી વાર મનાવવા અને લેવા માટે આવ્યો હતો. જ્યાં તેને પ્રથમ દિકરી સુહાનાને આઇસક્રીમ ખવડાવવા લઇ ગયા બાદ પત્ની સાથે સાસરી આવવા માટે બોલાચાલી થઇ હતી.
જે દરમિયાન પતિ સંદીપે એકાએક મિજાજ ગુમાવીને પોતાની સાથે લાવેલું ચપ્પુ કાઢી 4 વર્ષીય દીકરી સુહાના સામે જ તેની માતાને પેટ અને છાતીના ભાગે ઊંડા ઘા મારીને ભાગી ગયો હતો.પત્ની પિયરથી સાસરી ન આવતા જેવી નજીવી બાબતે પત્નીને મોતને ઉતારતાં હાલ 4 વર્ષીય દીકરીએ માતા-પિતાની પ્રેમ વ્હાલ અને છત્રછાયા ગુમાવી.