ગુજરાતના આ જિલ્લામાં દેખાય હિન્દૂ મુસ્લિમ એકતા!! મુસ્લિમ ભાઈઓએ ભર્યું રાજપૂત દીકરીનું મોંઘેરુ મામેરું ભર્યું, રોકડ સહીત આ આ વસ્તુઓ…
આ જગતમાં કુંવેરબાઈનું મામેરું ખૂબ જ વખણાય છે કારણ કે સ્વયં જગતનાનાથ નરસિંહ મહેતાની દીકરીનું મામેરું ભરવા આવ્યા હતા. મામેરાનો રિવાજ આપણે ત્યાં અનેક વરસોથી ચાલી આવે છે. મામેરાના પ્રસંગમાં દીકરીનો ભાઈ પોતાની બહેન માટે ભેટ લઈને આવે છે. આજે પણ આ રિવાજ ખૂબ જ અતૂટ રીતે લોકો નિભાવી રહ્યા છે. હાલમાં જ એક એવી ઘટના બનીને કે આ જોઇને તમે પણ વિચારમાં પડી જશો. વીટીવી ન્યુઝનાં અહેવાલ દ્વારા જાણવા મળ્યું છે કે, રાજપૂત પરિવારની દીકરીના લગ્નમાં મુસ્લિમ પરિવારે ભર્યું મામેરું.
આ વાત સાંભળતાની સાથે જ દરેક વ્યક્તિને મનમાં અનેક સવાલો ઉત્તપન્ન થાય પરંતુ હકીકતમાં આ વાત સત્ય છે. જ્યાં લાગણીના સંબંધો અને વ્યવવાહ હોય ત્યાં ધર્મ કે જ્ઞાતિના ભેદભાવ નહી પણ માનવતા રૂપી સંબંધ મહત્વનો બને છે. હાલમાં આ મામેરાની ચર્ચા લોકો મોંઢે અને મીડિયા દ્વારા થઈ રહી છે. મુસ્લિમ પરિવારે રાજપૂત દીકરીનું મામેરું ભરીને કોમી એકતાની સાથોસાથ માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. ચાલો અમે આપને જણાવીએ કે આખરે આ ઘટના ક્યાંની છે.
પ્રાપ્ત થયેલ માહિતી અનુસાર આ પ્રેરણાદાયી ધટના નર્મદા જિલ્લાના બૂંજેઠા ગામની છે. મન્સૂરી પરિવારે વાઘેલા પરિવારની દીકરીના લગ્નમાં મામેરા સ્વરૂપે દીકરીને રોકડ રકમની સાથે ઘરવખરીનો પણ આપી. ખરેખર આ એક ખૂબ જ પ્રેરણાદાયી કિસ્સો છે. વાઘેલા અને મન્સૂરી પરિવાર વચ્ચે વરસોથી ગાઢ સંબંધ હોવાના લીધે તેમણે લગન પ્રસંગે મામેરાનો રિવાજ નિભાવીને સમાજને કોમી એકતાનું એક ઉત્તમ ઉદારણ પૂરું પાડ્યું છે. આ ઘટના સમાજના દરેક વર્ગ માટે પ્રેરણાદાયી સમાન છે.
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી અખબાર વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો.