Gujarat

પૂર્વ ધારાસભ્યે હિરાભાઈ સોલંકીએ આડેધ ને બચાવવા માટે નદીમાં છલાંગ લગાવી, પણ કમનસીબે જીવ ન બચ્યો

આપણા મનમાં રાજનેતાઓ વિશે એક અલગ પ્રકારની છાપ પડી ગઈ છે,પરંતુ ખરેખર હકીકતમાં એવું જરાય પણ હોતું નથી. આજના સમયમાં એવા અનેક રાજનેતાઓ છે જે પોતાના પદ કરતાંય વિશેષ માનવતાનો ધર્મ નિભાવવા પહેલા તૈયાર હોય છે. તેમા પોતાનો જીવનો જોખમ રહેલો હોય તો પણ કંઈ પણ જાતની પરવહા નથી કરતાં! ખરેખર આજે અમે આપને એક એવા ધારાસભ્ય વિશે વાત કરીશું જેમને પોતાનું જીવન સદાય લોક સેવા માટે સમર્પિત કર્યું હોય અને વ્યક્તિનો જીવ બચાવવા એ દોડી પડ્યા હતા.

અમે આપને તમામ ઘટના વિસ્તૃતમાં જણાવીએ કે આખરે હકીકત શું હતી. ખરેખર આ ઘટના પછી દરેક લોકોનું હ્દય આ ધારાસભ્ય શ્રી એ જીતી લીધું. આવું ભાગ્યે જ બનતું હોય છે,કારણ કે તેમને મળવા માટે એપોઇન્ટમેન્ટ લેવી પડે અને સામાન્ય વ્યક્તિ તેમની પાસે પોહચી નાં શકે ત્યારે એક એવા ધારાસભ્ય જે સામાન્ય વ્યક્તિની જેમ હળી કાઢીને કોઈકના પ્રાણ બચાવવા દોડી પડ્યા અને આ દરમીયાન તે એ પણ ભૂલી ગયા કે તે ધારાસભ્ય છે.

હાલમાં જ સૂત્ર દ્વારા જાણવા મળ્યું હતું કે, અમરેલીના રાજુલામાં આવેલી ઘાણો નદીમાં આજે એક આધેડ ડૂબી જતાં તેમને બચાવવા માટે કોઈ વ્યક્તિ નહીં પરંતુ પૂર્વ ધારાસભ્ય હીરા સોલંકીએ પોતાના જીવની પરવહા કર્યા વગર જ પાણીમાં છલાંગ લગાવી હતી. જોકે ત્રણ કલાકની શોધખોળ બાદ આધેડની લાશ સામે કાંઠેથી મળી હતી.ઘટના જાણે એમ બની હતી કે, 75 વર્ષીય સાતાભાઈ ભાણાભાઈ ડૂબી જતાં સ્થાનિક લોકો દ્વારા પાલિકા અને ધારાસભ્યને જાણ કરવામાં આવી હતી.

જેથી પાલિકાની ફાયર ટીમ ઘટનાસ્થળે દોડી આવીને શોધખોળ હાથ ધરી હતી. આ ઘટનાની જાણ પૂર્વ ધારાસભ્ય હીરા સોલંકી થતાં તેઓ તેમના તરવૈયાની ટીમ સાથે દોડી આવ્યા હતા. આ દરમીયાન ટીમ દ્વારા અથાગ પ્રયત્ન કરવામાં આવ્યા પરતું ન મળતા પરિસ્થિતિ જોઇ હીરા સોલંકીએ પોતે આ નદીમાં વૃદ્ધને શોધવા માટે ઝંપલાવ્યું હતું.

આ ઘટના જોઈને સૌ કોઈચોકિત થઈ ગયા કે જે વ્યક્તિ આજે ધારાસભ્ય નથી છતાંય લોક પ્રત્યે નિઃસ્વાર્થ ભાવ ખરેખર આ જ શ્રેષ્ઠ રાજનેતા છે કે પદ બહાલ થતા જનતા સાથે જોડાયેલ રહે અને સેવા કરે અને આમ તો તેમને જીવનું જોખમ લડયું હતું.યારે 3 કલાકની શોધખોળ બાદ સામા કાંઠેથી સાતાભાઈ ભાણાભાઈ ચાવડાની લાશ મળી આવી હતી.

પૂર્વ ધારાસભ્ય કહ્યું કે, હું જાફરાબાદ હતો અને ઘટનાની જાણ થતાં જ હું મારા ટીમના છોકરાઓને લઇ ઘટનાસ્થળે પહોંચ્યો હતો. ઘણી મહેનત કરી, પરંતુ તેઓ મૃત હાલતમાં મળી આવ્યા, જેનું દુઃખ છે. હું એક નહીં, ઘણા બધા લોકો મદદ માટે દોડી આવ્યા હતા એ સારી બાબત છે. આવા સમયે સૌએ જેટલી મદદ થાય એટલી કરવી જોઈએ.આ પહેલા પણ 3 યુવાન નાહવા પડ્યા હતા, જે ન મળતાં મધરાતે નદીમાં હીરા સોલંકીએ છલાંગ લગાવી હતી. આ દરમિયાન પોલીસ તંત્ર ચિંતામાં મુકાયું હતું. પણ ખરેખર તેમની ઉદારતા અને માનવતા લોકોનું હૈયું જીતી લીધું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!