હિતેન કુમારે કમા વિશે સૂચક નિવેદન આપ્યા બાદ, કોમેન્ટ કરનારાઓ ને આપ્યો તાબડતોડ જવાબ કહ્યું કે, “મારી એક ફીલ્મ
જ્યારથી કમો ચર્ચામાં આવ્યો છે, ત્યારથી હાલમાં ગુજરાતમાં લોકપ્રિય કલાકારો ડાયરામાં કમાને ધુણાવે છે અને ડાન્સ કરાવે છે. જાણે ગુજરાતનાં ડાયરાઓ કમાં વિના સુના થઈ ગયા હોય. હાલમાં કમો જોકર બનીને રહી ગયો છે, ત્યારે કમાને લઈને ગુજરાતનાં લોકપ્રિય કલાકાર હિતેન કુમારે નિવેદન આપ્યું છે કે,આ બધુ સર્કસ ચાલી રહ્યું છે, કમા જેવા વ્યક્તિને રમકડું બનાવીને ન મૂકો. કીર્તિદાન ભાઈએ જ્યારે શરૂ કર્યું ત્યારે તેમની ભાવના જુદી હતી પણ હવે વધારે થઈ રહ્યું છે. આપણે જાણીએ છે કે, કીર્તિદાન ગઢવી એ માત્ર તેને પ્રોત્સાહન રૂપે તેનું સન્માન કર્યું હતું હવે લોકો તેમનો ઉપયોગ કરી રહ્યા છે.
આ નિવેદન બાદ લોકોએ હિતેન કુમારની આ વાતને બિરદાવી છે, હાલમાં જ તેમણે પોતાના સોશિયલ મીડિયામાં વીડિયો પોસ્ટ કર્યો છે અને આ વીડિયો સાથે તેમને કેપશનમાં લખ્યું છે કે, જે નિવેદન તેમને આપ્યું છે , તે અંતર્ગત એક ‘સ્પષ્ટતા’ મારી તરફથી. “કમા” બાબતે ‘એક ચેનલ’ દ્વારા પુછાયેલા પ્રશ્નના ‘મારા દ્વારા અપાયેલા જવાબ’ બાબતે આપ સૌના “પ્રતિસાદ” બદલ. મારી ‘ભાવના અને લાગણી’ને સમજનારા ૯૦% થી વધુ મિત્રોનો ખુબ ખુબ આભાર અને જે મારી ભાવના કે લાગણી નથી સમજી શક્યા એ મિત્રોને ‘એમની સમજણ’ સાથે જીવતા હું કોણ રોકી શકનારો?
પણ એ પ્રકારના વ્યક્તિઓ દ્વારા કરાયેલા ‘હાસ્યાસ્પદ આક્ષેપો’નો જવાબ “સવિનય” આપવાનો પ્રયત્ન જ છે માત્ર મારો.’માનવું ના માનવું’ એ દરેક ની સમજણ પર નિર્ભર છે. ખુશ રહો,તંદુરસ્ત રહો. આપણે જાણીએ છે કે, હિતેન કુમાર ગુજરાતનાં સુપરસ્ટાર છે અને તેઓ 90 દાયકાથી આજની અર્બન ફિલ્મો સાથે સંકળાયેલ છે, ત્યારે તેમની આ વાતો લોક હૈયામાં પહોંચી ગઈ છે.
હિતેન કુમારે પોતાના વીડિયોમાં કહ્યું છે કે, હાલમાં જ મેં કમા એટલે કે કમલેશની વાત કરી છે, તેના વિશે લોકોનો સારો પ્રતિસાદ મળ્યો છે પરંતુ 5 % 7 ટકા જેટલા વ્યક્તિઓ છે જે મારી વાતને સમજી નથી શક્યા અને કંઈપણ કમેન્ટ્સ કરી રહ્યા છે. આ વાત કમાની નથી પરંતુ કમાં જેવી સ્થિતિ ધરાવતા બાળકો દરેક જગ્યા એ હોય છે અને કમાને કીર્તિદાનભાઈ સારી ભાવનાથી પ્લેટફોર્મ સામે રજૂ કર્યો એનાથી કોઈ મને ફરિયાદ નથી પરંતુ તેના પછી જે થયું તે આપણી માણસાઈને શોભાવે એવું નથી.
લાઇમલાઈટમાં આવવું એ નસીબની વાત છે અને જે લોકોને લાગે છે કે કમો સેલિબ્રેટી બની જતા મારા જેવા અનેક બીજા લોકોને આ પ્રકારની વાત કરી રહ્યા છે. આપણી સંસ્કૃતિ પ્રમાણે ડાયરાઓમાં વાતો સાંભળી છે પરંતુ આ પ્રયોગ જામે અજણાએ થઈ રહ્યો છે એ લોકોની ભૂલ છે અને તે વાતનો જ મેં વિરોધ કર્યો હતો અને કમાને બાળકોનું જીવન કેવું હોય એ તો તેમના માતાપિતા અને જાણે છે. આવા લોકો ઈશ્વરના બાળકો કહેવાય અને તેમની સાથે આવા ખેલ ન જ કરવા જોઈએ.
આ સિવાય હિતેન કુમાર વિશે લોકોએ જે વાહિયાત વાત કરી છે, તે અંગે તમે વિડીયોના અંતમાં જાણી શકશો કે, કમાં વિશે નિવેદન આપવાથી લોકોએ તેમની ફિલ્મોને લઈને અપશબ્દો બોલ્યા છે, ત્યારે હિતેન કુમારે કહ્યું કે મારી એવી કોઈપણ ફિલ્મ જણાવો જે તમારી બહેન, દીકરી કે મા સાથે ન જોઈ શકો. વિડીયોના અંતમાં હિતેન કુમારે કહ્યું છે કે, જે લોકો કમાને ફિલ્મસ્ટાર, લોકપ્રિય અને ચૂંટણી લડાવવા માંગતા હોય એમની સમજણને મારા સલામ.