અભિનેતા હિતુ કનોડિયાને શ્રી.સી.આર પાટીલ સાહેબ એ ભાજપા પાર્ટીમાં મહત્વની જવાદારી સોંપી! ધારાસભ્ય બાદ હવે નિભાવશે…
આજે આપણે વાત કરીશું ગુજરાતી સિનેમાનાં સૌથી લોકપ્રિય અભિનેતા હિતુ કનોડિયા વિશે. જેવી રીતે બોલીવુડના કપૂર ફેમેલીનું ફિલ્મોમાં યોગદાન છે, એવી રીતે ગુજરાતી ફિલ્મોમાં કનોડિયા ફેમલી સૌથી મોખરે છે. ગુજરાતી ફિલ્મો થી લઈને સંગીતની દુનિયમાં મહત્વનું યોગદાન આપ્યું છે. ગુજરાતી સિનેમાં ને સૌથી મોટો ઝટકો ત્યારે લાગ્યો, જ્યારે મહેશ અને નરેશ ની બેલડી એ આ દુનિયામાંથી વિદાય લઈ લીધી. આજે ભલે તેઓ નથી પરંતુ બાપુજી અને પિતાનો વારસો હિતુ કનોડિયા નિભાવી રહ્યા છે.
ગુજરાતી સિનેમાનાં અભિનેતા હિતુ કનોડિયા એક શ્રેષ્ઠ કલાકાર ની સાથે આજે ઇડર વિધાન સભાના ધારાસભ્ય છે. આજે તેઓ રાજકીય ક્ષેત્રની સાથો સાથ ગુજરાતી સિનેમા સાથે પણ સંકળાયેલ છે. હાલમાં જ ફરી એક વખત સી.આર પાટીલ સાહેબ દ્વારા ભારતીય જનતા પાર્ટીમાં મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે. આ જવાબદારી શું છે, તેના પહેલા આપણે જાણીએ કે, હિતુ કનોડિયા કંઈ રીતે રાજકીય ક્ષેત્રમાં આગળ આવ્યા.
હીતું કનોડિયા પિતા નરેશ કનોડિયા તરફથી જ વારસમાં અભિનયની ભેટ મળી હતી.12 ધો થી તેણે ફિલ્મની દુનિયામાં આગમન કર્યું અને તેમને અનેક અભિનેત્રીઓ સાથે ફિલ્મો કરી જેમાં તેમની લોકપ્રિય જોડી હતી મોના થિબા સાથેની જે દર્શકોનું દિલ જીતવામાં સફળ રહી. આપણે જાણીએ છે કે, હાલમાં મોના થિબા અભિનયની દુનિયામાં થી વિદાઈ લઈ લીધી હતી અને એક માતા તરીકે અને વહું ની ભૂમિકા નિભાવે છે પણ હવે ફરી એક વખત તેમને પુનરાગમ કર્યું અને ગુજરાતી ફિલ્મોમાં જોવા મળી રહ્યા છે.
હિતુ કનોડિયા 200 થી વધુ ફિલ્મ કામ કરેલું છે. ફિલ્મી સફર દરમિયાન જ તેમને અભિનેત્રી મોના સાથે લગ્ન કર્યા હતા અને આજે તેમને ત્યાં એક દીકરો છે જેનું નામ રાજવીર છે. આજે હિતુ કનોડિયા એક એવા અભિનેતા છે જેમને પોતાના અભિનયની સફર કારકિર્દી બાદ પણ પોતાના પિતા અને બાપુજી અને મા ની સેવામાં જીવન સમર્પિત કર્યું.આજે તેઓ પોતાનું જીવન દેશ ની સેવા માટે આપ્યું છે. એક શ્રેષ્ઠ અભિનેતાની સાથે તેઓ ભારતીય જનતા પાર્ટીના પ્રખર રાજ નેતા અને ઇડર ગામના ધારાસભ્ય છે અને લોકો તેમના કાર્ય થી પ્રભાવિત છે.
આ રાજકીય સફર કંઈ રીતે શરૂ થઈ તેના વિશે જાણીએ.
કનોડિયા પરિવાર રાજકીય ક્ષેત્રમાં મહત્વનું યોગદાન આપ્યું છે કારણ કે મહેશ કનોડિયા પાટણ વિસ્તારના લોકસભાના સાંસદ સભ્ય રહેલા તેમજ નરેશ કનોડિયા ગુજરાત ના કરજણ વિધાનસભા મતક્ષેત્રમાંથી વિધાન સભાના સભ્ય પણ રહી ચૂક્યા છે. અને તેમને પોતાનું જીવન મુખ્યત્વે લોક સેવામાં સમર્પિત કર્યું છે. આ સિવાય હિતુ કનોડિયા પોતાની રાજકીય સફર વર્ષ 2012માં કરેલ હતી અને તેઓ કડી મત વિસ્તાર થી ચૂંટણી લડ્યા હતા પરંતુ ત્યાં તેમની હાર થઈ હતી.
હાર થઈ છતાંય લોક સેવા કરવાનો નિર્યણ અડગ હતો અને તેમને ભાજપ પાર્ટી દ્વારા વર્ષ 2017માં ઇડર વિધાનસભાની ચૂંટણીમાં જીત મેળવી અને વિધાન સભાના સભ્ય તરીકે ચૂંટાય આવ્યા અને આજે તેઓ ધારાસભ્ય તરીકે પોતાની ફરજ બજાવી રહ્યા છે. ફરી એક વખત હાલમાં જ ભાજપ અધ્યક્ષ શ્રી સી.આર પાટીલ સાહેબ દ્વારા હિતુ કનોડિયા ને પ્રદેશ સહ પ્રવકતા તરીકે નિમણુંક કરેલ છે, ત્યારે ખરેખર આ વાત પરથી કહી શકાય કે હિતુ જનસેવા ની સાથો સાથ એક ઉત્તમ ધારાસભ્ય તરીકે વિકાસકાર્યો ની કામગીરીમાં મોખરે છે. ગુજરાતી સિનેમામાં કલાક્ષેત્રે અને રાજકીય ક્ષેત્રે મહત્વનું યોગદાન છે.
