ચમત્કાર ! આ વાવમાં થી દર ત્રણ વર્ષે જાતેજ નીકળે છે પાણી ભરેલા વાસણો રહસ્ય જાણીને ચોકી જાસો…
મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે આપણે જે પૃથ્વી પર રહીયે છીએ તેના પર ઘણી એવી જગ્યા કે બાબત છે કે જેમાં રહસ્ય જોવા મળે છે. આજ નો સમય ભલે વિજ્ઞાન અને ટેક્નોલોજી નો હોઈ પરંતુ અમુક ઘટનાઓ એવી બને છે કે જેના વિશે આજનું વિજ્ઞાન પણ સમજી શકતું નથી. મિત્રો તેમાં પણ જો વાત આપણા દેશ ભારત અંગે કરીએ તો આપણે સૌ જાણીએ છીએ કે આપણા દેશને સંતોની ભૂમિ તરીકે ઓળખવામાં આવે છે. આપણે ત્યાં અનેક ભગવાનોએ પણ જન્મ લીધા છે. તેવામાં આ પ્રદેશમાં હાલમાં પણ અવાર નવાર અનેક એવી વસ્તુઓ બને છે, જેના વિશે માનવી કોઈ પણ નિસ્કર્ષ સુધી પહોંચી શકતો નથી. અને છેવટે તેને ચમત્કાર એવું નામ આપે છે.
મિત્રો આપણે આપણી આસ પાસ કે દૂર સાથળોએ અનેક ચમત્કારો અંગે જોતા અને સાંભળતા આવ્યા છે. તેવામાં આપણે આજે એક એવાજ રહસ્યમય મંદિર અને તેની પાસે આવેલ વાવ વિશે માહિતી મેળવવાની છે કે જેમાં દર ત્રણ વર્ષે એક એવો ચમત્કાર થાય કે જેના કારણે હાલના વિજ્ઞાનને પણ સમજવામાં મુશ્કેલી પડે છે. મિત્રો આપણે અહીં હોલમાતા વાવ વિશે વાત કરવાની છે કે જ્યાં દર ત્રણ વર્ષે વાવ માંથી જાતેજ પાણી ભરેલા વાસણો નીકળી આવે છે.
જો વાત આ વાવ અંગે કરીએ તો જણાવી દઈએ કે હોલમાતા વાવ હોલમાતા મંદિર પાસે આવેલી છે. જો વાત આ મંદિર અંગે કરીએ તો આ મંદિર ગુજરાત ના વઢવાણ તાલુકાના બલદાણા ગામમાં આવેલ છે. આમતો આ વિસ્તારમાં આશરે 999 જેટલી વાવો છે. જણાવી દઈએ કે આ દરેક વાવ ઘણી જ ઐતિહાસિક છે. જો કે આ તમામ વાવો પૈકી એક વાવ 800 વર્ષ જૂની છે જેને હોલમાતા વાવ તરીકે ઓળખવામાં આવે છે. જે રહસ્યથી ભરપૂર છે.
મિત્રો જણાવી દઈએ કે આ વાવ માંથી દર ત્રણ કે ચાર વર્ષે સ્ટીલ કે પાણી નું બેડું કે અન્ય વાસણો કે જે ડૂબી ગયા હોઈ તે આપો આપ બહાર આવે છે. જો કે આ બાબત ને લઈને ગામના લોકોમાં ઘણી શ્રદ્ધા છે. જણાવી દઈએ કે જયારે પણ આમ પાણીના વાસણો બહાર નીકળે છે ત્યારે તે વાસણ ને હોલમાતા પાસે પૂજા માટે મુકવામાં આવે છે. જે બાદ આખા ગામના લોકો લાપસીનો નિવૈદ તૈયાર કરે છે. અને પ્રસાદ કરે છે.
આ બાબત ને લઈને ગામના પૂર્વ સરપંચ અને ભુવા ધીરૂભા જણાવે છે કે હોલમાતા એ ગામના દેવી છે. અને દુષ્કાળ વખતે પણ આ વાવ માંથી આખા ગામને પાણી મળતું રહે છે. જયારે પણ આવા પાણી ભરેલા પાત્ર વાવ માંથી નીકળે છે ત્યારે ગામના લોકોમાં ઘણો ઉત્સાહ હોઈ છે, અને લોકો આ દિવસની ઉજવણી કરે છે. જયારે એક વ્યક્તિ પાસે થી આવું પાણી ભરેલું પાત્ર શા માટે બહાર નીકળે છે. તે બાબત અંગે ચર્ચા કરવામાં આવી ત્યારે તેણે જણાવ્યું કે જયારે પણ વાવ માં પાણીના વહેણ બદલાઈ છે. અને કંઈક આંતરિક ફેરફાર થાય છે. જેના કારણે આવું થવાની ઘટના બની શકે. હવે આ બાબત ને આસ્થા ગણો કે વિજ્ઞાન પણ આજના સમયમાં પણ આવા ચમત્કારો જોવા મળે છે.