Gujarat

આ ઘર મા વિજળી, પાણી, રાંધણ ગેસ બધુ જ છે અહીં મફત ?? આવુ અનોખુ ઘર આજ થી પહેલા નહી જોયું હોય..જુઓ તસવીરો

દરેક વ્યક્તિએ પોતાના સપનાનું ઘર બનાવવાનું વિચાર્યું હોય છે.
આમ પણ કહેવાય છેને કે, સપનાના ઘરને સાકાર કરવા માટે લોકો ખૂબ જ મહેનત કરે છે અને આપણી સમક્ષ એવા અનોખા ઘર બનાવવામાં કિસ્સાઓ સામે આવે છે કે, આલીશાન અને સુવિધાયુક્ત આ ઘરોને જોઈને આપણે પણ આશ્ચય પામી જાઈએ છીએ.

હાલમાં જ એક વ્યક્તિએ એવુ ઘર બનાવ્યું છે, જેમા વિજળી, પાણી, રાંધણ ગેસ બધુ જ મફત મળી રહેશે. આ અનોખું ઘરતમિલનાડુમાંરહેતા આર્કિટેક્ટ બાલાસુન્દા કૌશિકે માત્ર 55 લાખ રૂપિયામાં સ્થાનિક રીતે મેળવેલી સામગ્રીનો ઉપયોગ કરીને 3000 ચોરસ ફૂટ વિસ્તારમાં ઘર બનાવ્યુ છે.  આ ઘરમાં એવી ઘણી ટકાઉ પદ્ધતિઓનો  ઉપયોગ કરવામાં આવ્યો છે જે ઘરને પર્યાવરણની અનુકૂળતા મળી રહે.કૌશિક હંમેશા પોતાના ગામમાં ઘર બનાવવા માંગતા હતા.

દુબઈ, મુંબઈ અને બેંગલુરુ જેવા જુદા જુદા શહેરોમાં છેલ્લા કેટલાક વર્ષોથી આર્કિટેક્ટ તરીકે કામ કરી ચૂકેલા કૌશિકે બેંગલુરુમાં આર્કિટેક્ચરલ ફર્મ શરૂ કરવા માટે 2019 માં નોકરી છોડી દીધેલ.આર્કિટેક્ટ કૌશિક પોતાના  માતાપિતા સાથે મ ગામમાં ભાડાના મકાનમાં રહેતા હતા અને  જ્યારે તેમને પોતાની ફર્મ શરૂ કરી, ત્યારે તેમને પોતાનું એક ટકાઉ ઘર બનાવવાનું સ્વપ્ન પૂરું કરવાનું નક્કી કર્યું.

 વર્ષ 2020 માં, તેમણે હનુમંતનપટ્ટી ખાતે પોતાની પૈતૃક 4 એકર જમીનમાં પોતાના સ્વપ્નનું ઘર બનાવ્યું, તે પણ ફક્ત સ્થાનિક રીતે મેળવેલી સામગ્રીનો સૌથી વધુ ટકાઉ ઉપયોગ કરીને. કૌશિકે પોતાના ઘરમાં એક મોટો હિસ્સો કુદરતને અનુરૂપ બનાવવાનો પૂરો પ્રયાસ કર્યો છે. ઘરમાં પેસિવ સૌર ડિઝાઇન તકનીકોનો ઉપયોગ કર્યો છે જે આંતરિક પ્રકાશ માટે દિવસભર સૂર્યપ્રકાશ પ્રદાન કરે છે. સૌર ઉર્જાનો ઉપયોગ કરીને માસિક વીજ વપરાશમાં લગભગ 70 ટકાનો ઘટાડો કર્યો છે.

તેમને ઘરની બરાબર વચ્ચોવચ એક મોટું આંગણું બનાવ્યું છે જે ઘરને ઠંડુ રાખવામાં મદદ કરે છે. મેં આખા ઘરમાં ક્રોસ વેન્ટિલેશન લાગુ કર્યું છે. આ પદ્ધતિઓ વધુ સારી રીતે હવાના પરિભ્રમણમાં મદદ કરે છે અને ઘરને ઠંડુ રાખે છે.વેસ્ટ મેનેજમેન્ટ માટે કૌશિકે સેપ્ટિક ટાંકીને બદલે બાયોડાયજેસ્ટર ટાંકી બનાવી છે. બાયોડાયજેસ્ટર ટાંકી માનવ કચરાને પાણીમાં રૂપાંતરિત કરે છે અને તેનો ઉપયોગ આપણે બાગકામ માટે કરીએ છીએ તથા ઉત્પાદિત મિથેન ગેસનો ઉપયોગ આપણા રસોડામાં થાય છે.

કૌશિકના ઘરે રેઈન વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ અને રેઈન વોટર રિચાર્જ માટે કૂવો પણ છે, જે વરસાદનું પાણી એકત્ર કરતા કૂવાની ક્ષમતા 10,000 લિટર છે. કૌશિકના ઘરને ‘હાઉસ ઓફ ગાર્ડન્સ’ નામ આપવામાં આવ્યું છે કારણ કે તેના દરેક ખૂણે નાના ક્યારાઓમાં ગ્રીન પટ્ટીઓ છે અને તે કહે છે કે ઘરમાં ગમે ત્યાંથી તેની ઝલક જોઈ શકાય છે.આ ઘર આઠ મહિનામાં 55 લાખ રૂપિયામાં બનાવવામાં આવ્યું છે જે, પરંપરાગત પદ્ધતિઓનો ઉપયોગ કરીને ઘર બાંધવા કરતાં એકંદર ઘણા ઓછા ખર્ચમાં બન્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!