Gujarat

મહેલ જેટલું સુંદર છે લોકપ્રિય ગાયક કિર્તીદાન ગઢવી નું નવુ ઘર ! જુઓ ઘર શા અંદર ખાસ તસવીરો અને વિડીયો

ગુજરાતના લોકપ્રિય ગાયલ કલાકાર કિર્તીદાન ગઢવી દિવસે ને દિવસે આગળ વધી રહ્યા છે. હાલમાં જ તેમણે  આલીશાન નવું ઘર લીધું છે અને આ ઘરના વાસ્તુ પૂજનો વિડીયો શેર કરીને પોતાના ચાહકોને ખુશ ખબર આપી છે.

આજે ફરી એકવાર તેમને પોતાના નવા આલીશાન ઘરનો વાસ્તુ યજ્ઞનો વિડીયો મુક્યો છે. આ વિડીયોમાં તમે કિર્તીદાન ગઢવીના ઘરને નિહાળી ને અચરજ પામી જશો કારણ કે આ ઘર ખૂબ જ વૈભવશાળી અને લક્ઝ્યુરિસ છે.

તમને જણાવી દઈએ કે આ કીર્તિ ગઢવીનું બીજું ઘર છે અને આ વાતની અમે પુષ્ટિ તો નથી કરતા પરંતુ એટલું જરૂર કહી શકીએ કે આ નવું ઘર કિર્તીદાન ગઢવીએ અમદાવાદમાં લીધું હશે.

કારણ કે એક અહેવાલ મુજબ કિર્તીદાન ગઢવીને અવારનવાર વિદેશ કાર્યક્રમો જવાના કારણે તેઓ અમદાવાદમાં જ રહેતા હતા જેથી એટલું કહી શકાય કે આ નવું ઘર અમદાવાદમાં લીધું હોય.

કીર્તિદાન ગઢવીનું જૂનું ઘર રાજકોટમાં આવેલું છે અને આ ઘરનો ગૃહ પ્રવેશ 2016માં કર્યો હતો.ઘરનું નામ ‘સ્વર’ રાખ્યું છે. હવે જ્યારે કિર્તીદાન ગઢવીએ પોતાનું નવું ઘર લીધું છે, ત્યારે  જુના ઘરની જેમ જ નવા ઘરને પણ આગવી રીતે ડિઝાઈન કર્યું છે.

ઘરમાં આધુનિક સુવિધાઓની સાથે અન્ય બાબતોનું જીણવટ ભર્યું ધ્યાન રાખવામાં આવ્યું છે.કિર્તીદાન ગઢવીના ઘરનું ઈન્ટિરિયર ડિઝાઇન ખૂબ જ સુંદર છે અને ડાઇનિંગ રૂમથી લઈને કિર્તીદાન ગઢવીનો માસ્ટર બેડરૂમ ખૂબ જ આકર્ષક છે.

વાસ્તુ યજ્ઞની રિલ્સ જોઈને તમને ખ્યાલ આવી જશે કે આખરે કિર્તીદાન ગઢવીનું નવું ઘર કેટલું આલીશાન છે. જૂનું ઘર તો બંગલો છે પરંતુ કિર્તીદાન ગઢવીએ નવી ઘર જે ખરીદ્યું છે તેમાં માં મોગલનું મંદીર ખૂબ જ અલૌકિક છે.

નવું અંબાણીના ઘર જેવું જ સુંદર છે. આ ઘરને જોઈને એ તો ચોક્ક્સ કહી શકાય સમય ગમે ત્યારે બદલાય છે કારણ કે એક સમયે કિર્તીદાન ગઢવી ખૂબ જ મધ્યમવર્ગીય પરિવારમાંથી હતા પરંતુ આજે તેઓ વૈભવશાળી જીવન જીવે છે. આ સફળતા તેમને સંગીત ક્ષેત્ર દ્વારા જ મળી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!