કોન્સ્ટેબલ માટે કરવા ચૌથ જીવનનો કાળ બન્યો! પતિ અને પુત્રી ગુમાવતા દિવાળી માતમમાં ફેરવાઈ ગઈ.
ખરેખર ક્યારેક વિધાતાના લેખ એવા હોય છે કે, કોઈકનું જીવન શરૂ થતાં જ પહેલા અધુરું જ રહી જાય છે. ખરેખર આ ઘટના ખૂબ જ દુઃખદાયક છે. વાત જાણે એમ છે કે, હાલમાં જ કરવાચૌથનાં દિવસે એક એવી ઘટના બની હતી કે, અજવાળાનું પાવન પર્વ માતમમાં છવાઈ ગયું. ખરેખર આ ઘટના કંઈ સામાન્ય નથી. હાલમાં જ સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે કે, ગ્વાલીઅર પોલીસ કોન્સ્ટેબલ દેવેન્દ્ર દુબેએ ક્યારેય વિચાર કર્યો નહીં હોય કે કરવાચોથ પર પત્ની સાથે લીધેલી તેની તસવીર અંતિમ સેલ્ફી બની રહેશે.
બુધવારે થયેલા અકસ્માતમાં દેવેન્દ્ર સહિંત 3 લોકોના મોત થયા છે. તેમની કાર ડિવાઇડર સાથે ટકરાઇને પુલની નીચે પડી ગઈ હતી. હજુ તો માત્ર છ મહિના પહેલા જ આ બંનેનાં લગ્ન થયા હતા ત્યાં જ આ દુઃખ ઘટના બની ગઇ હતી. ખરેખર હાલમાં જ આવી ઘટના બની કે, 6 મહિના પહેલા જ દેવેન્દ્રના લગ્ન થયા હતા. 24 ઓક્ટોબરે તેની પત્ની વૈશાલીએ તેના માટે પ્રથમ કરવોચોથ વ્રત રાખ્યું હતું.
દેવેન્દ્રએ મોતના 24 કલાક રહેલા પોતાના મિત્ર અભિષેકને ફોન પર જન્મ દિવસના અભિનંદન પાઠવ્યા હતા. તેણે ફોન પર મિત્રને કહ્યું હતું કે બર્થ ડે પાર્ટી લેવા પર અભિનંદન પાઠવ્યા છે. કાલે પાર્ટી લેવા માટે આવી રહ્યો છું. જોકે પાર્ટીના બદલે મિત્રને તેના મોતના સમાચાર મળ્યા હતા. દેવેન્દ્રના પિતા કિસાન છે અને તેમની ઇચ્છા હતી કે દેવેન્દ્ર પોલીસની વર્દી પહેરે.
આ દુર્ઘટના ગુનામાં બુધવારે સવારે નેશનલ હાઇવે પર બની હતી. ગ્વાલિયરના વિજય નગર આમખોમાં રહેનાર 26 વર્ષનો દેવેન્દ્ર દુબે શાજાપુરના ઇકોદિયા સ્ટેશનમાં કોન્સ્ટેબલ હતો. બુધવારે દિવાળી મનાવવા પોતાના દોસ્તના પરિવાર સાથે ગ્વાલિયર તરફ આવી રહ્યા હતા.
ગુનાના બીનાગંજ વિસ્તારમાં બેરખેડી પાસે સવારે 5 કલાકે નીરજને ઝોકું આવી ગયું હતું. જેથી કાર અનિયંત્રિત થઇને ડિવાઇડર સાથે ટકરાઇ હતી અને પુલ પરથી નીચે પડી હતી. દુર્ઘટનામાં કોન્સ્ટેબલ દેવેન્દ્રની સાથે નીરજની પત્ની અલકા અને પુત્રી પ્રિયાંશીનું ઘટનાસ્થળે મોત થયું હતું.
