Gujarat

શાહરૂખ ખાન હાલ જે મન્નત બંગલા મા રહે છે તે બંગલા ના મુળ માલિક આ ગુજરાતી વક્તિ હતા ! આવી રીતે શાહરૂખ ખાન આ બંગલા ના…

આજે આપણે એક એવી વાત વિષે જાણીશું જેના વિષે ઘણા લોકો અજાણ હશે. ખરેખર આ વાત પરથી એટલું તો જરૂર કહી શકાય કે, ગુજરાતીઓનો દબદબો ચારેતરફ છે. આપણે સૌ કોઈ જાણીએ છે કે, બૉલીવુડના કલાકારો ખુબ જ આલીશાન અને વૈભવશાળી ઘરમાં રહે છે. આજે આપણે શાહરુખ ખાનનું ઘર મન્નતની વાત કરીશું. તમને જાણીને આશ્ચ્ર્ય થશે કે, આ બંગલો એક ગુજરાતીનો છે. ચાલો ત્યારે જાણીએ કે. આખરે આ ગુજરાતી કોણ છે અને આ ઘર શાહરુખ ખાનનું કંઈ રીતે બન્યું.

આ તમામ વિગતો આપણે આ બ્લોગ દ્વારા જાણીશું. મન્નત બંગલો એક સમયમાં પ્રખ્યાત કારીગર અને ગેલેરીસ્ટ કેકુ ગાંધીનો હતો અને તેઓ ખૂબ જ અમીર મહાનૂભવ હતા.સૌથી ખાસ વાત એ છે કે, શાહરૂખના ‘મન્નત’નું નામ પહેલા ‘વિલા વિયેના’ હતું અને કેકુજી તેના માલિક હતા. કિંગ ખાનનું આ ઘર બાંદ્રામાં જ્યાં છે તે તેની સુંદરતામાં વધારો કરે છે. કેકુ ગાંધીની માતા વિલા વિયેના ઉર્ફે મન્નતમાં રહેતી હતી.

કેકુજીના દાદા માણેકજી બાટલીવાલા ‘કેકી મંઝિલ’ માં રહેતા હતા જે વિલા વિયેના ઉર્ફે મન્નતની બાજુમાં આવેલી ઈમારત હતી. કહેવાય છે ને કે, સુખ દુઃખ તો દરેકના જીવનમાં આવે જ છે, એમ જ માણેકજી બાટલીવાલાએ આ ઘરને સુંદર રીતે સજાવ્યું હતું, પરંતુ આર્થિક નુકસાનના કારણે તેમણે મોટું પગલું ભરવું પડ્યું હતું.આ ઘરને તેમને લીઝ પર આપી અને પછી તેના પરિવાર સાથે કેકી મંઝિલમાં સ્થળાંતર કર્યું.

આ ઘટના બાદ વિલા વિયેના નરીમાન દુબાશનું નામ બની ગયું. કહેવાય છે કે આ ઘર માટે શાહરૂખ ખાને તગડી રકમ ચૂકવી હતી. કિંગ ખાન હંમેશા આ ઘરમાં રહેવા માંગતા હતા. શાહરૂખે આ ઘર નરીમાન દુબાશ પાસેથી 13.32 કરોડમાં ખરીદ્યું છે.કહેવાય છે કે શાહરૂખ પહેલા આ ઘરનું નામ ‘જન્નત’ રાખવા માંગતો હતો પરંતુ બાદમાં તેને લાગ્યું કે આ ઘર ખરીદ્યા બાદ તેની દરેક ઈચ્છા પૂરી થઈ ગઈ છે. આ પછી તેણે આ મહેલનું નામ ‘મન્નત’ રાખ્યું. હાલમાં આ ઘર ખુબ જ સુંદર અને આલીશાન છે અંદર થી કારણ કે, આ ઘરનું ઇન્ટીનયર શાહરુખ ખાનની પત્નીએ જ કર્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!