શાહરુખ જે “મન્નત” નામ ના બંગલા મા રહે છે તે ત્યા ગુજરાતી પારસી પરિવારે વર્ષો પહેલાં આ બંગલો બનાવ્યો હતો અને તેનુ નામ…
બોલીવુડના અભિનેતા અને અભિનેત્રીઓ એવા આલીશાન ઘરોમાં રહે છે જેના વિશે વિચાર કરવો એ અદભુત અનુભવ છે.આજે આપણે બોલીવુડના બાદશાહ ગણાતા શાહરુખ ખાન નાં આ ઘર મન્નત વિશે જાણીશું. આ ઘર ખૂબ જ આકર્ષક છે. આ બંગલો અદ્ભૂત ઇતિહાસ ધરાવે છે અને વિલા વિયેના ખરીદ્યા બાદ શાહરુખે આ બંગલાનું નામ બદલીને મન્નત કર્યું હતું. પહેલાં શાહરુખ આ બંગલાનું નામ જન્નત રાખવા માગતો હતો. હવે અમે આપને જણાવીએ કે આખરે આ ઘર સાથે શું વાત જોડાયેલ છે.
તમને સૌને વાત જાણીને નવાઇ લાગશે ક,શાહરુખ ખાન જે બંગલામાં રહેતો ત્યાં પહેલા પારસી પરિવાર રહેતું હતું. ગુજરાતી મૂળના પારસી પરિવાર પાસે આ બંગલો લીધો. કિકુ ગાંધી આ બંગલાના માલિક હતા. કિકુ ગાંધી મુંબઈની જાણીતી શિમૉલ્ડ આર્ટ ગેલરીના સ્થાપક હતા. તેમના નાના મન્નતના મૂળ માલિક હતા. કિકુ ગાંધી, જેમનાં માતા મન્નતને અડીને આવેલા કિકિ મંઝિલમાં રહેતાં હતાં, આ મન્નત બંગલામાં જ જન્મ્યાં હતાં. ખુદ કિકુ ગાંધી આવું માનતા હતા.
આ બંગલાનું નામ પહેલા વિલા વિયેના હતું અને એની બાજુમાં જ કિકિ મંઝિલ બંગલો આવેલો છે. આ બંને કિકુ ગાંધીના પરિવારની માલિકીના હતા. આ બંને એકબીજાને અડીને આવેલા છે અને વચ્ચે ખાલી એક દીવાલ જ છે. કિકુ ગાંધીનો પરિવાર મૂળ દક્ષિણ ગુજરાતના પારસી લોકો છે. ધંધાર્થે એ લોકો મુંબઈમાં સ્થાયી થયા હતા, જ્યાં કિકુ ગાંધીનો જન્મ થયો હતો.
જ્યારે કિકુ ગાંધીએ વિલા વિયેનાને લીઝ પર આપવાનું વિચાર્યું ત્યારે શાહરુખ ખાને આ ઘર ખરીદવાની ઑફર કરી હતી. જ્યારે શાહરુખે આ બંગલો ખરીદવાનું વિચાર્યું ત્યારે તે ફિલ્મ ‘યસ બોસ’નું શૂટિંગ કરતો હતો. 2001માં શાહરુખ ખાને 13.32 કરોડમાં વિલા વિયેના ખરીદ્યો હતો. આજે આ ઘરની માર્કેટ વેલ્યુ 350 કરોડ રૂપિયાથી પણ વધુ છે.
આ ઘર આજે આલીશાન અને વૈભવશાળી છે અને આ ઘર ની અંદર નું ઇન્ટિનિયર ગૌરી પોતે કર્યું છે.. તેણે 1920ની રોયલ થીમ પ્રમાણે બંગલો ડેકોરેટ કર્યો છે.છ માળના મન્નતમાં શાહરુખનો પરિવાર બે જ માળમાં રહે છે. બાકીના માળમાં ઓફિસ, પ્રાઇવેટ બાર, પ્રાઇવેટ થિયેટર, સ્વિમિંગ પૂલ, ગેસ્ટ રૂમ, જિમ, લાઇબ્રેરી, પ્લે એરિયા તથા પાર્કિંગ સહિતની સુવિધા છે.