માત્ર 11 પાસ યુવકે અમદાવાદના ઉદ્યોગપતિને પોણા ત્રણ કરોડ નો ચુનો એવી રીતે લગાવ્યો કે જાણી ને ભલભલા ગોથું ખાઈ જાઈ ! વગર યુવતી હનીટ્રેપ કર્યુ અને…
હનીટ્રેપના કિસ્સાઓ હાલ દિવસેને દિવસે જ જઈ રહ્યા છે. સોશિયલ મીડિયાનો વધતો જતો યુઝને કારણે હનીટ્રેપની ઘટના વધી રહી હોય તેવું લાગી રહ્યું છે. હજી થોડાક દિવસો પેહલા જ અમદાવાદ શહેરમાંથી એક ખુબ ચોંકાવી દેતો કિસ્સો સામે આવ્યો હતો જેમાં એક ગેંગે શહેરના મોટા વેપારીને પોતાના જાળમાં ફસાવીને 2.70 કરોડ રૂપિયા ખંખેરી લીધા હતા. વેપારી સાથે આટલી મોટી છેતરપિંડી થતા તેને પોલીસમાં ફરિયાદ કરી હતી. આ બાદ પોલીસે કડક કાર્યવાહી કરીને આ ગેંગને ઝડપી પાડી છે.
પોલીસે આ ગેંગના તાલીમ તાહિરખાન નામના આ આરોપીની ધરપકડ કરી લીધી છે અને આગળની પૂછતાછ કરી હતી જેમાં આરોપીએ ઘણા મોટા ખુલાસા કર્યા હતા. શહેરના નવરંગપુરામાં રહેતા ઉદ્યોગપતિને ફક્ત ધોરણ 11 પાસ 22 વર્ષીય યુવકે પોતાની બુદ્ધિથી 2.70 કરોડ રૂપિયા પડાવી લીધા હતા.સાયબર સેલની ટીમે ફરિયાદ મળતાની સાથે જ આરોપીની લોકેશન ડીટેલ હાંસલ કરી લીધી હતી જેમાં જાણવા મળું હતું કે આરોપી રાજસ્થાનના ભરતપુર જિલ્લાના ચંદુપુરા ગામનો નિવાસી હોવાનું સામે આવ્યું હતું જે બાદ પોલીસે આ આરોપીને દબોચી લીધો હતો.
તાલીમ ખાન પોતાના વોટ્સેપ પર છોકરીના ફોટો લગાવીને અનેક લોકોને hi મેસેજ કરતો હતો અને પછી જો વાત આગળ વધે તો તે તેના પ્લાન અનુસાર આગળ વધતો. ફક્ત ધોરણ 11 પાસ તાલીમે આવું ગજબનું ભેજું વાપરીને અમદાવાદના વેપારીને પણ પોતાના જાળમાં ફસાવી લીધો હતો.તાલીમને એવું લાગે કે સામે વાળો વ્યકતી ધીરે ધીરે તેના જાળમાં આવી રહ્યો છે તો તે તરત વિડીયો કોલ કરતો અને બીજા ફોનમાં યુવતી નગ્ન થતી હોય તેવો વિડીયો બનાવીને વિડીયો કોલ સામે મૂકી દેતો.
જેથી સામે વાળા વ્યક્તિને એવું થાય કે તેની સામે જ યુવતી કપડા ઉતારી રહી છે, આ વિડીયો કોલનો તાલીમ મિનિટમાં વિડીયો બનાવી લેતો અને પછી વિડીયો કોલ કટ કરી નાખતો. જે બાફ ફસાયેલા યુવકને આ વિડીયો કોલની કલીપ વાયરલ કરી દેવાની ધમકી આપીને પૈસા પડાવાનું કામ કરતો. તાલીમે અમદાવાદના ઉદ્યોગપતિ સાથે પણ એવું જ કર્યું હતું. આવા પ્લાનને અંજામ આપીને જ આરોપીએ ઉદ્યોગપતિ પાસેથી 2.70 કરોડ રૂપિયા પચાવી પાડ્યા હતા.
રિપોર્ટ અનુસાર સામે આવ્યું છે કે 8 ઓગસ્ટ 2022ના રોજ ઉદ્યોગપતિને રાત્રે 10 વાગ્યાના ટકોરે રિયા શર્મા નામની યુવતીનો hi એવો મેસેજ આવ્યો હતો જે બાદ પીડિત ઉદ્યોગપતિએ પણ hello કરીને મેસેજનો રીપ્લાય આપ્યો. જે બાદ આરોપીએ પોતે મોરબીની યુવતી હોવાનું જુનવાણીને વિડીયો કોલ કર્યો અને વિડીયો કોલ પર રંગીન પળો માણવાનો પ્રસ્તાવ ઉદ્યોગપતિ સમક્ષ રાખ્યો હતો. ઉદ્યોગપતિએ આ અંગે ઇનકાર કરી દીધો હતો પરંતુ તેમ છતાં યુવતી ન માની અને તે કપડા ઉતારી નાખ્યા.
રિયા નામની યુવતીએ એવું કહ્યું કે આ ફક્ત વિડીયો જ છે જે તે બધા સાથે કરે છે તેવું કહી ઉદ્યોગપતિને પોતાના જાળમાં ફસાવી લીધો.જે બાદ વેપારીએ પણ કપડાં ઉતારી નાખ્યા હતા, એવામાં ઘડીક વિડીયો કોલ ચાલુ રહ્યો પણ પછી તરત જ વિડીયો કટ કરી નાખ્યો હતો. આ બાદ વેપારીને આ નગ્ન કલીપ મેકલીને ધમકાવિને કરોડો રૂપિયા ખંખેરી લીધા હતા. ન્યુઝ 18ના એહવાલ અનુસાર આ ઘટનામાં તાલીમ ખાને પોતે પીઆઇ અર્જુન મીણા અને ગુજરાત પોલીસના રોહિતકુમાર તરીકેની ઓળખ આપી 1.17 કરોડ રૂપિયા પડાવી લીધા. હાલ પોલીસે તાલીમ ખાનની તો ધરપકડ કરી જ લીધી છે પણ તેના સાથીદારોની પણ શોધમાં લાગી ચુકી છે.