માઉન્ટ આબુ મા આવેલી છે 100 વર્ષ જૂની હોસ્પિટલ! જ્યાં છુપાયેલ છે અનેક રહસ્યો! લોકો કહે આને ભુતોની હોસ્પિટલ કારણ કે…
આપણે અનેક ફિલ્મો અને કહાનીઓમાં રાઝ અને ભૂતોની કહાની વિશે સાંભળ્યું હશે અને આવી ઘટનાઓ હકીકતમાં પણ બંને છે. આજે અમે આપને એક એવી જ હોસ્પિટલ વિશે જણાવશું જે 100 વર્ષ જૂની છે અને આ હોસ્પિટલ સાથે અનેક રહસ્યો સંકડાયેલ છેભારતના ઉત્તરાખંડના એક નાના વિસ્તાર Mount Abbot ની છે. આ હોસ્પિટલની પાસે ડોક્ટરો માટે બંગલો કે ક્વાર્ટર પણ છે, જ્યાં તે સમયે બ્રિટિશ લોકો પોતાના પરિવારની સાથે રહેતા હતા.એવું કહેવાય છે કે, અચાનક એક દિવસ એવી ઘટના ઘટી કે આ હોસ્પિટલમાં કે ત્યાં લોકોએ આવાવનું બંધ કરી દીધુ અને ધીમે ધીમે તે એક હોન્ટેડ હોસ્પિટલના નામથી ઓળખાવા લાગી.
Mount Abbot એક અંગ્રેજ હતો જેના નામ પર આ જગ્યા રાખવામાં આવી. વર્ષ 1900ની વાત છે તે સમયે એક અંગ્રેજ અહીં આવે છે અને પોતાના પરિવાર સાથે એક બંગલો બનાવી રહેવાનું શરૂ કરી દે છે અને સમય જતાં Abbot એ પોતાના આ બંગલાને દાન કરી દીધો. બંગલાને એક ચેરિટેબલ હોસ્પિટલના નામે કરી દેવામાં આવ્યો કારણ કે તેમની એક ઈચ્છા હતી કે અહીં એક સારી હોસ્પિટલ બને જેથી આસપાસના પહાડી લોકોની સારવાર થઈ જશે. આ હોસ્પિટલમાં ફ્રી સારવાર, સારા ડોક્ટર અને દવાઓ તમામ સુવિધાઓ હાજર હતી.
ઘણા વર્ષો પસાર થતા ગયા અને ડોક્ટરની બદલી થતાં નવા-નવા ડોક્ટરો અહીં આવતા ગયા. આ દરમિયાન એક ડોક્ટર આવ્યા, ડોક્ટર મોરિસ જેની સાથે તેમનો પરિવાર પણ હતો. તે તમામ બીમારીથી લોકોને સાજા કરતા હતા એટલે લોકો તેમને ભગવાન કે જાદૂગર માનવા લાગ્યા અને અચાનક ડોક્ટર મોરિસ વિશે એક વસ્તુ વધુ પ્રખ્યાત થઈ ગઈ. તેઓ દર્દીના મોતની ભવિષ્યવાણી કરતા થઈ ગયા.
દિવસે ડોક્ટર મોરિસ કોઈ ગંભીર દર્દીને જોતા તો તેના મોતની તારીખ અને સમય જણાવી દેતા, કારણ કે તેને જીવવાની કોઈ આશા નહોતી. ગામમાં ભોળા લોકો હતા અને અંધવિશ્વાસી પણ, તેઓ પણ તેમની વાતને સાચી માનવા લાગ્યા. કહેવામાં આવે છે કે આવા 100થી વધુ મોત થયા જેની ભવિષ્યવાણી ડોક્ટર મોરિસે કરી હતી.જ્યારે ડોક્ટર મોરિસની પત્ની અને બાળકો બાદમાં ડોક્ટર મોરિસનું પણ મોત થયું અને તે બંગલાની પાસે આવેલા ચર્ચની નજીક એક કબ્રસ્તાન પણ છે જ્યાં મોરિસના પરિવારને દફનાવવામાં આવ્યો અને તે ચર્ચમાં પણ લોકો આવતા જતા રહેતા હતા. ડોક્ટર મોરિસના મોત બાદ તે જગ્યા પર જ્યારે બીજા ડોક્ટર આવ્યા તો આ રાઝ પરથી પડદો હટવા લાગ્યો, નવા ડોક્ટરોએ તપાસ શરૂ કરી.
સૌથી પહેલા તપાસમાં તે સામે આવ્યું કે ડોક્ટર મોરિસ દિવસમાં 10-15 દર્દીને જોતા હતા અને તેમાંથી કોઈ એકની સ્થિતિ વધુ ખરાબ હોય તો તે વિશે ડોક્ટર મોરિસ તેના મોતની ભવિષ્યવાણી કરતા હતા. જ્યારે મોરિસ આ વાતની જાહેરાત કરતા તો તે દર્દીને ઉઠાવી તે હોસ્પિટલના એક રૂમમાં રાખવામાં આવતો હતો, જેમાં માત્ર મોરિસને જવાની મંજૂરી હતી. અને તે રૂમમાં જે દર્દી ગયો તે ત્યાંથી જીવતો બહાર આવ્યો નહીં. વધુ તપાસ કરી તો ખ્યાલ આવ્યો કે જેના મોત થયા તેના માટે ડોક્ટર મોરિસ જવાબદાર હતા.
. ડોક્ટર મોરિસ દર્દીના મોતની તારીખ અને સમય જણાવતા તે સમયે તેને ડાયરીમાં નોટ કરતા હતા. ત્યારબાદ તે ડોક્ટર દર્દીને મારી નાખતા હતા. આ તમામ ઘટનાઓ બાદ લોકો તેમને ડો. ડેથ બોલાવવા લાગ્યા અને આજે પણ તે ડોક્ટર જેથના બંગલાના નામે ઓળખવામાં આવે છે. અહીં રાત્રે અલગ પ્રકારના અવાજો આવે છે, પડછાયા દેખાય છે, ડવાનો અવાજ આવે છે. ત્યારબાદ હોસ્પિટલને ભુતની હોસ્પિટલ જાહેક રરી દીધી. આજે પણ તે હોસ્પિટલ ત્યાં હાજર છે. પરંતુ હવે ડરને કારણે લોકો ત્યાં જતા નથી.